ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં જાણો કયા છે ભારે વરસાદની આગાહી

Text To Speech
  • અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી
  • વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
  • કેટલાક વિસ્તારમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે

ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે તેવી શક્યતાઓ છે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે જેમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી

પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી આગામી 26 ઓગસ્ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે પૂર્વ, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. તથા આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારે વરસાદ આવી શકે છે.

Back to top button