ભારતે G-20ની કમાન સંભાળતા જ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને લઈને કર્યું ટ્વિટ

1 ડિસેમ્બર, 2022થી ભારતે G-20ની કમાન સંભાળી છે. જેને દેશ માટે એક મોટી તક માનવામાં આવી રહી છે. આ અઠવાડિયે એક બ્લોગમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો G-20 એજન્ડા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રીયક્ષીલ અને નિર્ણાયક હશે.
ભારતને G-20નું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની એક તસવીર ટ્વીટ કરતા પીએમ મોદીના વખાણ કર્યા હતા. “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” ભારતે G-20 ઈન્ડિયાનું પ્રમુખપદ સંભાળ્યું, મેક્રોને લખ્યું. મને વિશ્વાસ છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અમને શાંતિ અને વધુ ટકાઉ વિશ્વનું નિર્માણ કરવા માટે એકસાથે લાવશે. આ અગાઉ પણ ઘણા અન્ય દેશોએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં યોજાનારી G-20 સમિટ નિર્ણાયક સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
One Earth.
One Family.
One Future.India has taken over the presidency of #G20India! I trust my friend @NarendraModi to bring us together in order to build peace and a more sustainable world. pic.twitter.com/MScsCHM7kw
— Emmanuel Macron (@EmmanuelMacron) December 3, 2022
જણાવી દઈએ કે 1 ડિસેમ્બર, 2022થી ભારતે G-20ની કમાન સંભાળી છે, જેને દેશ માટે એક મોટી તક ગણવામાં આવી રહી છે. આ અઠવાડિયે એક બ્લોગમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો G-20 એજન્ડા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયાલક્ષી અને નિર્ણાયક હશે. આજે વિશ્વ જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે તે ફક્ત સાથે મળીને કામ કરીને જ ઉકેલી શકાય તેમ છે. તો આવો આપણે સાથે મળીને ભારતની G20 પ્રેસિડન્સીને હીલિંગ, સંવાદિતા અને આશાનું પ્રેસિડન્સી બનાવીએ.
તેમજ G-20માં ભારત તેની સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસો, વિવિધતા અને તેની સિદ્ધિઓ અને 75 વર્ષની પ્રગતિ પણ રજૂ કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારત તેની અધ્યક્ષતામાં આવતા વર્ષે 9 અને 10 સપ્ટેમ્બરે G-20 નેતાઓની સમિટનું આયોજન કરશે. પ્રથમ તૈયારીની બેઠક 4-7 ડિસેમ્બર દરમિયાન ઉદયપુરમાં યોજાશે.
મંત્રાલયના પાસેથી મળતી માહિતી અનુસાર, કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. G-20ની બેઠક આટલા મોટા પાયા પર ક્યારેય બની નથી કે ભારત સંમેલનનું આયોજન કરવાનું વિચારી રહ્યું હોય. G-20ની બેઠક ચીનના 14 અને ઈન્ડોનેશિયામાં 25 શહેરોમાં યોજાઈ હતી.
દેશની 75 યુનિવર્સિટીના યુવાનોને કોન્ફરન્સનો ભાગ બનાવવાની યોજના છે. G-20 સંબંધિત સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે જ્યાં લોકો ફોટોગ્રાફ્સ ક્લિક કરી શકશે. કોન્ફરન્સની માહિતી દેશના નાગરિકોને ઓડિયો-વીડિયો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એફએમ રેડિયો પણ પ્રચારનું એક માધ્યમ બનશે.
આ પણ વાંચો : આપ નેતા રડતાં રડતાં માંગી રહ્યા છે વોટ, જુઓ વીડિયો
G-20 દેશોના જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે.