- મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીને પાર થયુ
- નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા
- રાજ્યમાં શિયાળાની વિદાય હોય તેવો માહોલ
ગુજરાતમાં શિયાળાની વિદાય હોય તેવો માહોલ છે. જેમાં આ વર્ષે ત્રણે ઋતુમાં મોટા ફેરફારો થશે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 32 ડિગ્રીને પાર થતા ઉનાળો શરૂ થયો હોય તેવો માહોલ છે. જેમાં સવારે ઠંડી અને બપોરે બળબળતો તાપનો અનુભવ થઇ રહ્યો છે.
ગીર સોમનાથ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા
ગીર સોમનાથ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં શિયાળાની વિદાય હોય તેવો માહોલ
રાજ્યમાં શિયાળાની વિદાય હોય તેવો માહોલ છે. જેમાં 15 શહેરોમાં તાપમાન 32 ડિગ્રીને પાર છે. સવારે ઠંડી અને બપોરે બળબળતો તાપ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીને પાર થયુ છે. ત્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી, નલિયામાં 15 ડિગ્રી તથા અમદાવાદ, ડિસા, વડોદરા, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન છે. કંડલા, ભાવનગર, પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરમાં પણ 17 ડિગ્રી તાપમાન છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5 ડિગ્રી વધારે છે. આ વર્ષે ત્રણે ઋતુમાં મોટા ફેરફારોનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તેમજ અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.