ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડતાં મંદિરના પ્રવેશ પર રોક લગાવાઈ

Text To Speech
  • રામ મંદિરમાં યાત્રાળુંઓના પ્રવેશ પર લગાવાઈ રોક
  • ભક્તોની ભારે ભીડ ઉમટી પડતાં મંદિર મેનેજમેન્ટે લીધો નિર્ણય

અયોધ્યા રામ મંદિર, 23 જાન્યુઆરી: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આજથી સામાન્ય ભક્તો માટે રામ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંદિર ખુલ્લું મુકાતાં જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જેના કારણે રામ મંદિરમાં ભારે ભીડી થઈ ગઈ હતી. ભારે ભીડને કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોને રોકવામાં આવ્યા હતા. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

રામલલાના મંદિરમાં કેમ આટલી ભીડ થઈ રહી છે?

મળતી માહિતી મુજબ, મોટાભાગનો સમય લોકર રૂમમાં પસાર થાય છે જ્યાં લોકોને ચપ્પલ, મોબાઈલ અને અન્ય વસ્તુઓ જમા કરાવવાની હોય છે. જેના કારણે રામલલાના દર્શન કરવામાં થોડી વધારે ભીડ થઈ રહી છે.

  • પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ભીડ ઓછી કરવાના પુરા પ્રયાસો કરી રહી છે. ટુંક સમયમાં ભીડ ઘટી શકે છે. ભીડ ઓછી થતાં જ ભક્તો માટે ફરી રામલલાના દર્શન માટે દરવાજા ખુલ્લા મુકવામાં આવશે.

 

સોમવારે શ્રી રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન દેશના વિવિધ મંદિરોમાં ભક્તોને ભગવાન રામને સમર્પિત ગીતો અને વિશેષ ભજનો ગાતા જોવા મળ્યા હતા અને દરેક રામ મંદિરે વિશેષ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારા અને રંગોળી જેવા કાર્યક્રમોમાં પણ લોકોએ ભાગ લીધો હતો અને ભગવાન હનુમાનની પૂજા કરી હતી.

આ પણ વાંચો: રામ નવમીએ સૂર્યના કિરણો ભગવાનના કપાળ પર તિલક કરશે, જાણો અયોધ્યા મંદિરની આ ખાસિયત

Back to top button