ટોપ ન્યૂઝસ્પોર્ટસ

‘કોચ તરીકે મેં હજુ કોઈ કરાર કર્યા નથી..’ રાહુલ દ્રવિડનું મોટું નિવેદન

Text To Speech

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક મોટા અને અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં BCCIએ બુધવારે રાહુલ દ્રવિડનો કાર્યકાળ વધારવાની જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ ગુરુવારે તેણે આ જાહેરાત પાછી ખેંચી હતી. દરમિયાન પીટીઆઈએ આ અંગે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓ તેમના કાર્યકાળ લંબાવવા અંગેના સમાચાર પર વાતચીત કરતા હતા.

શું કહ્યું વાતચીત દરમિયાન દ્રવિડે ?

વીડિયોમાં તેઓએ કહ્યું હતું કે, ‘આ સત્તાવાર નથી. મેં હજી સુધી કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. મેં મારા કાર્યકાળને લઈને BCCI સાથે ચોક્કસપણે ચર્ચા કરી હતી. એકવાર મારી પાસે દસ્તાવેજો આવી જાય પછી હું સહી કરીશ અને જોઈશ કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે.’

જય શાહ અને અજીત અગરકર સાથે થઈ બેઠક

દ્રવિડનું આ નિવેદન દિલ્હીમાં BCCI સેક્રેટરી જય શાહ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથેની બેઠક બાદ આવ્યું છે. આ બેઠકમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની ટીમની પસંદગી થવાની હતી. કોન્ટ્રાક્ટ અંગે પણ વાતચીત થવાની હતી. પરંતુ દ્રવિડના આ નિવેદને ચોક્કસપણે BCCI પર સવાલો ઉભા કર્યા છે. હાલ દ્રવિડ જ્યાં મીટિંગ ચાલતી હતી તે હોટેલમાંથી નીકળી ગયો છે એટલે કે મીટિંગ પૂરી થઈ ગઈ છે.

Back to top button