ગુજરાતટ્રેન્ડિંગસ્પોર્ટસ

આર્યન નેહરાએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં જીતી ટ્રોફી, રચ્યો ઈતિહાસ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ ગુજરાતને પુરુષોની સ્વિમિંગમાં તેનો પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયન 63 વર્ષે મળ્યો છે. ગુજરાત તરણવીર આર્યન નેહરાએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ટ્રોફી જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા: 19 વર્ષના યુવા ગુજરાત તરણવીર 19આર્યન નેહરાએ તેની પ્રથમ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને વ્યક્તિગત ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે. આર્યને ચાર વ્યક્તિગત ઈવેન્ટમાં સ્વિમિંગ કર્યું અને તેની ચારેય ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને તેની ચારેય ઈવેન્ટ્સમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપિત કર્યો. તેમના પ્રદર્શનોએ ગુજરાતને રાજ્યના 63 વર્ષના ઈતિહાસમાં ઓપન કેટેગરીમાં પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અપાવી છે.

કોમીટીશન્સઃ
400મી. ફ્રી સ્ટાઇલ: 3:52.55 રાષ્ટ્રીય રેકોર્ડ
800મી. ફ્રી સ્ટાઇલ: 8:01.81 રાષ્ટ્રીય રેકોર્ડ
1500મી. ફ્રી સ્ટાઇલ: 15:29.78 રાષ્ટ્રીય રેકોર્ડ
400મી. વ્યક્તિગત મેડલી: 4:26.62 રાષ્ટ્રીય રેકોર્ડ

રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો: 400મી. વ્યક્તિગત મેડલીમાં આર્યનનું પ્રદર્શન વિશેષ નોંધનીય હતું કારણ કે તેણે લગભગ પાંચ સેકન્ડથી 4:30.13નો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલાનો રેકોર્ડ સુપ્રસિદ્ધ સ્વિમર રેહાન પોંચાએ 2009માં બનાવ્યો હતો અને છેલ્લા 14 વર્ષથી અતૂટ હતો. 400મી. વ્યક્તિગત મેડલી સૌથી પડકારજનક સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે, કારણ કે તેમાં તકનીક, ધૈર્ય, અને વૈવિધ્યતાના સંપૂર્ણ સંયોજનની જરૂર પડે છે.

આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ: આર્યન હવે ચારેય પ્રતિયોગીતામાં ભારતનો સૌથી ઉચ્ચ સ્થાનાંકિત તરણવીર છે.આર્યન જુલાઈના છેલ્લા સપ્તાહમાં જાપાનના ફુકુઓકામાં યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ પણ વાંચોઃ ગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ હૈદરાબાદમાં સર્જ્યો અપસેટ; ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે

Back to top button