મનોરંજન

શાહરુખના દીકરાની પાર્ટીનો વીડિયો વાયરલ, આર્યન ડ્રીંક કરતો મળ્યો જોવા, જુઓ વીડિયો

Text To Speech

સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં પકડાયો ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. મહિનાઓની કાનૂની લડાઈ બાદ એનસીબીએ આર્યન ખાનને ક્લીનચીટ આપી દીધી છે ત્યારે ફરી વધુ એક વાર આર્યન ખાનનો ડ્રીંક કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આર્યન ક્લબમાં પહેલા માસ્ક ઉતારે છે અને પછી ડ્રીંક કરે છે આ બધી જ ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ છે.

ક્લબમાં આર્યનની ડ્રીંક પાર્ટી

ક્લબમાં પાર્ટી કરતા આર્યન ખાનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઘણા અલગ-અલગ પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. આર્યન એક બારમાં જોવા મળે છે. ક્લબમાં મોટેથી સંગીત પણ સાંભળી શકાય છે. વાયરલ વીડિયોમાં આર્યન ખાન બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. તેણે ચહેરા પર માસ્ક પહેરેલ છે. પરંતુ પછી તે માસ્ક ઉતારીને ડ્રીંક લે છે અને ફરીથી માસ્ક મોઢા પર ચડાવી લે છે જેથી તેને કોઈ ઓળખી ના શકે. પરંતુ આ બે સેકન્ડમાં તેણે માસ્ક ઉતરવું મોઘું પડ્યું અને તે કેમેરામાં કેદ થઇ ગયો. આર્યન ખાનના જે ફેન પેજ પર તેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે તેના અનુસાર આ ક્લિપ સોમવાર રાતની કહેવામાં આવી રહી છે. આર્યન ખાન ક્લબમાં ચીલ કરતો જોવા મળી રહ્યો છે. આર્યનને એન્જોય કરતા જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.

ડ્રગ્સ કેસમાં આર્યનને મળ્યું ચાહકોનું સમર્થન 

આર્યન ખાનની વાત કરીએ તો તે બીટાઉનનો શાનદાર સ્ટાર કિડ છે. આર્યનની એક ઝલક મેળવવા ચાહકો આતુર છે. ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ તેને ચાહકોનો ભરપૂર સમર્થન અને પ્રેમ મળ્યો છે. શાહરૂખ ખાને પણ પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી નથી. સૌથી સારી વાત એ છે કે તેને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે અને તેનો પાસપોર્ટ પણ પરત કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે આર્યન પણ વિદેશ જઈ શકશે.

Back to top button