ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલની વધશે મુશ્કેલી, આતંકવાદી સંગઠન પાસેથી ફંડિંગ લેવાનો આરોપ, NIA તપાસની ભલામણ

નવી દિલ્હી, 6 મે: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ED-CBI બાદ હવે LG કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ કરી છે. એલજીએ આ અંગે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. જેમાં તેના પર આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ પાસેથી ફંડ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પર 16 મિલિયન યુએસ ડોલર લેવાનો આરોપ લગાવતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ NIA તપાસની ભલામણ કરી છે. આમ આદમી પાર્ટીએ તેને ષડયંત્ર ગણાવ્યું છે.

હકીકતમાં, એલજી વીકે સક્સેનાને વિશ્વ હિન્દુ મહાસંઘ તરફથી લેખિત ફરિયાદ મળી હતી, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિ અને ખાલિસ્તાન તરફી ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ઉગ્રવાદી ખાલિસ્તાની જૂથો પાસેથી રૂ. 16 મિલિયન અમેરિકન ડોલર મેળવ્યા હતા.

આ પછી વીકે સક્સેનાએ કેન્દ્રીય ગૃહમંત્રીને NIA તપાસની ભલામણ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ મુખ્યમંત્રી વિરુદ્ધ કરવામાં આવી છે અને તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પાસેથી મળેલા રાજકીય ભંડોળ સાથે સંબંધિત છે, તેથી ફરિયાદીએ આપેલા ઇલેક્ટ્રોનિક પુરાવાઓની ફોરેન્સિક સહિત સંપૂર્ણ તપાસની જરૂર છે.

તેમની ભલામણમાં, LGએ જાન્યુઆરી 2014માં કેજરીવાલ દ્વારા ઈકબાલ સિંહને લખેલા પત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે AAP સરકારે પહેલાથી જ રાષ્ટ્રપતિને પ્રોફેસર ભુલ્લરને મુક્ત કરવાની ભલામણ કરી હતી. ઇકબાલ સિંહ ભુલ્લરની મુક્તિ માટે લેખિત ખાતરીની માગણી સાથે જંતર-મંતર પર ઉપવાસ પર હતા.

ખાલિસ્તાની પન્નુનો વીડિયો પણ ટાંકવામાં આવ્યો હતો

ફરિયાદમાં ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા અને પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા જાહેર કરવામાં આવેલ એક વીડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે AAPને 2014 અને 2022 વચ્ચે ખાલિસ્તાની જૂથો પાસેથી US $ 16 મિલિયન મળ્યા છે. એવો પણ આરોપ છે કે કેજરીવાલે 2014માં તેમની મુલાકાત દરમિયાન ગુરુદ્વારા રિચમન્ડ હિલ્સ, ન્યૂયોર્ક ખાતે ખાલિસ્તાની નેતાઓ સાથે બંધ બારણે બેઠકો કરી હતી, જેમાં કેજરીવાલે ખાલિસ્તાની જૂથો તરફથી AAPને નોંધપાત્ર નાણાકીય સહાયના બદલામાં ભુલ્લરની મુક્તિની માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીએ આરોપોને ફગાવી દીધા હતા

NIA તપાસની ભલામણ પર આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ એક ષડયંત્ર છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે એલજી સાહેબ ભાજપના એજન્ટ છે. સીએમ કેજરીવાલ વિરુદ્ધ વધુ એક મોટું ષડયંત્ર છે. બીજેપીના ઈશારે સીએમ કેજરીવાલ વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. દિલ્હીની તમામ સાત બેઠકો ભાજપ હારી રહી છે. હારના ડરથી ભાજપ ગભરાટમાં છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપે આ ષડયંત્ર રચ્યું હતું.

આ પણ વાંચો : ખાલિસ્તાનીઓએ AAPને ₹133 કરોડ આપ્યા : આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો દાવો

Back to top button