ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે અને અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી હોય આમ આદમી પાર્ટી. તમામ લડી લેવાના મૂડમાં છે. આ વખતે આમ આદમી પાર્ટી ભાજપને મજબૂત ટક્કર આપવા માંગે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજથી ફરી 2 દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં સભા ગજવવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગાંધીધામના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરે ૧ વાગે ગાંધીધામમાં સભા ગજવશે.
અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે અને ત્યારેબાદ જુનાગઢમાં એક સભા ગજવશે. જો કાલના કાર્યક્રમની વાત કરવામાં આવે તો આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધાશે. ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે. જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચો : કેજરીવાલ સાથે ભોજન કરનાર રીક્ષાચાલક મોદીનો ‘આશિક’