ગુજરાતટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલ આજે રાજકોટમાં, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, સાંજે જાહેરસભા સંબોધશે

Text To Speech

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત ચૂંટણ પ્રચારનું બ્યૂગલ ફુંકશે. અરવિંદ કેજરીવાલે આજે પહેલી વખત રાજકોટ આવી રહ્યાં છે. બપોરે લગભગ 2:45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થશે.

કેજરીવાલ એરપોર્ટથી હોટલ ધ ઈમ્પીરિયલ પહોંચશે. જ્યાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક કરશે. જે બાદ વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ પક્ષના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. કેજરીવાલ સાંજના 7 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. ત્યાર બાદ રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે વહેલી સવારે કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.

દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાત પર નજર
ગુજરાતમાં પણ સતા આરુઢ કરવા માટે AAPના નેતાઓ સહિત પ્રદેશ કક્ષાના આગેવાનો સતત કમર કસી રહ્યાં છે. હાલમાં જ પંજાબમાં સત્તા મેળવ્યા બાદ આપનો જુસ્સો વધી ગયો છે, અને તેઓ હવે ગુજરાતમાં પણ સત્તા બનાવવાના પ્રયાસમાં છે.

રાજકોટથી કેજરીવાલના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માંગવામાં આવી હતી. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં યોજાશે. ત્યારે આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા મંજૂરી પણ આપી દેવાઇ છે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શાસ્ત્રીમેદાનમાં જાહેર સભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને લઇને રાજકીય ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

AAP અને BTP વચ્ચે ગઠબંધ થયું હતું.આ પ્રસંગે તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે

BTP-AAP વચ્ચે ગઠબંધન
1લી મેનાં રોજ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા.  સુરતમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.  ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થયું હતું.આ પ્રસંગે તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે.

Back to top button