ગુજરાત

અરવિંદ કેજરીવાલ 11મીએ રાજકોટમાં, શાસ્ત્રી મેદાન ખાતે ચૂંટણી સભા ગજવશે

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ લગભગ તમામ પક્ષોએ કરી છે. તમામ પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને પુરજોરમાં પ્રચાર પ્રસારમાં જોતરી દીધા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોબ તૈયારીઓ કરીને રેલીઓ કરી રહ્યા છે. તેવામાં 10 મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. તો બીજી તરફ 11 મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાઓ ગજવશે અને સૌરાષ્ટ્રના લોકોને રિઝવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે રાજકોટમાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમઆદમી પાર્ટી સંપૂર્ણ રીતે સક્રિય છે. પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાત આમઆદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંહ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી. તેમને વધુમાં કહ્યું કે ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલ રાજકોટમાં રેલી કરશે, તેમજ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે જાહેરસભાને પણ સંબોધશે.

સૌરાષ્ટ્રમાં AAPની પકડ મજબૂત કરવાના પ્રયાસ
કેજરીવાલે આદિવાસી સંગઠન બીપીટી સાથે ગઠબંધન કરીને આદિવાસીઓ સમાજ વચ્ચે પોતાની પેઠ વધાર્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબુત કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. તેના કારણે જ તેઓ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે અરવિંદ કેજરીવાલ સભા સંબોધિત કરશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કેજરીવાલે આદિવાસી સંગઠન બીપીટી સાથે ગઠબંધન કરીને આદિવાસીઓ સમાજ વચ્ચે પોતાની પેઠ વધાર્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબુત કરવાના પ્રયાસ શરૂ કર્યા

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો અત્યારથી જ કમર કસી ગયા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા માટે તૈયાર છે. આજ કારણ છે કે પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Back to top button