ટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલ જેલની બહાર તો આવી જશે પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન

Text To Speech
  • સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કેટલીક શરતો મૂકી છે. કેજરીવાલે કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોનું કરવું પડશે પાલન

દિલ્હી, 10 મે: સુપ્રીમ કોર્ટે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. લોકસભા ચૂંટણી વચ્ચે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી પ્રચાર તો કરી શકશે પરંતુ કોર્ટે જામીન આપતી વખતે કેટલીક શરતો પણ મૂકી છે. જેના કારણે અમુક કાર્યો કેજરીવાલ નહીં કરી શકે. કેજરીવાલને રૂ. 50 હજારના અંગત બોન્ડ પર જામીન લેવા પડશે પછી જ તેઓ જેલમાંથી બહાર આવી શકશે. ચાલો જાણીએ કે કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપતાં પહેલા કઈ કઈ શરતો મૂકી છે.

વચગાળાના જામીન આપતા કોર્ટે મૂકી આ શરતો

  1. રૂ. 50 હજારના અંગત બોન્ડ પર જામીન.
  2. મુખ્યમંત્રી કાર્યાલય નહીં જાય અને દિલ્હી સચિવાલય પણ નહીં જાય.
  3. લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી વિના કોઈપણ ફાઇલ પર સહી નહીં કરે.
  4. દારૂ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકા વિશે ટિપ્પણી કરશે નહીં.
  5. કોઈપણ સાક્ષીનો સંપર્ક કરશે નહીં.

જામીન મળ્યા પછી પણ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં આ સાથે તેઓ દિલ્હી સચિવાલય પણ જઈ શકશે નહીં. કોર્ટના આદેશ અનુસાર સીએમ કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની પરવાનગી વિના કોઈપણ ફાઇલ પર હસ્તાક્ષર પણ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ કથિત દારૂ નીતિ કૌભાંડમાં તેમની ભૂમિકા વિશે ટિપ્પણી પણ કરી કરશે નહીં અને તે કોઈ પણ સાક્ષીનો સંપર્ક પણ કરી શકશે નહીં.

2 જૂને સરેન્ડર કરવું પડશે: કોર્ટ

અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ પાસે 5 જૂન સુધી જામીન માંગ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું, “આપણે કોઈ સામાન્ય લાઇન ન દોરવી જોઈએ. કેજરીવાલની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ અગાઉ કે પછી પણ થઈ શકી હોત. હવે અહીં 21 દિવસ આમ કે તેમ કોઈ ફરક નહીં પડે. 2 જૂને અરવિંદ કેજરીવાલ, સરેન્ડર કરશે.

આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢાએ તોડ્યું મૌન, સીએમ કેજરીવાલને વચગાળાના જામીન મળતા કહ્યું…

Back to top button