ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતમાં AAPને મજબૂત કરવાના પ્રયાસ, કાલથી ગુજરાત પ્રવાસે કેજરીવાલ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે અને ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઇ શકે છે. ત્યારે દરેક રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા રાજકીય પક્ષો વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17 ઓક્ટોબરના બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ બે દિવસમાં ચાર જનસભાને સંબોધન કરશે અને તેઓ મતદારોને રીઝવવાના પ્રયાસ કરશે.

arvind kejriwal

16-17 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે કેજરીવાલ

ગુજરાતના બે દિવસના પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ કેટલીક જનસભાને સંબોધિત કરશે. આ જનસભાઓ ભાવનગર, મહેસાણા અને ડીસામાં યોજાશે. આ પહેલા તેમણે આઠ અને નવ ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતા અને કાર્યકર્તા ગુપ્ત રીતે તેમની આમ આદમી પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે. તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જ પાર્ટીની હાર જોવા માંગે છે.

19 અને 20 ઓકટોબરે PM મોદી આવશે ગુજરાત

pm modi

પીએમ મોદી 19 અને 20 ઓકટોબરના રોજ ગુજરાત આવશે. તેઓ 19 ઓક્ટોબરે ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં અને 20 ઓક્ટોબરે મહીસાગર, છોટા ઉદેપુર અને કેવડિયામાં કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત પીએમ મોદી આ પ્રવાસ દરમ્યાન ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોમાં હાજરી આપશે. જ્યારે કેવડિયામાં વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં પણ હાજરી આપશે.

વિવિધ મુદ્દાઓ પર AAP-BJPની રાજનીતિ

AAP પોતાના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ઈટાલિયાની દિલ્હી પોલીસે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના કાર્યાલયની બહારથી અટકાયત કરી હતી. ગોપાલ ઇટાલિયાને એક વીડિયોને લઇને સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્રણ કલાકની પૂછપરછ બાદ ઇટાલિયાને છોડવામાં આવ્યા હતા.

બીજી તરફ ગોપાલ ઇટાલિયાને લઇને ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મોરચો સંભાળ્યો હતો. એક પત્રકાર પરિષદ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજનીતિ ચમકાવવા માટે પીએમના માતાનું અપમાન કર્યુ છે. કેજરીવાલના આદેશ પર આપ નેતાએ રાજનીતિ માટે ગુજરાત અને ત્યાના લોકોની ભાવનાને ઠેસ પહોચાડી છે.

Back to top button