કેજરીવાલનો ટાર્ગેટ ‘આપ’ણું ગુજરાત : સોમનાથના દર્શન કર્યા, ગુજરાતના વેપારીઓને આપી મોટી ગેરંટી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓમાં યોજાવાની છે. ત્યારે તમામ પક્ષ મેદાનમાં ઉતરી ગયા છે. તેમાં પણ ખાસ કરીને આમ આદમી પાર્ટી. આજે કેજરીવાલ આ મહિનામાં ત્રીજી વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણી આવી રહી છે. ત્યારે હાલ રાજકીય નેતાઓના ગુજરાતની મુલાકાત વધી રહી છે. હાલ આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે. તેઓએ આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે તેમણે બેઠક પણ કરી હતી. જેમા તેમણે જણાવ્યું કે, ‘ભાજપે એવો માહોલ ઊભો કર્યો છે કે, વેપારી ચોર છે, જ્યારે હકીકતમાં વેપારીઓ ઇમાનદારીથી ટેક્સ ભરવા માંગે છે. 2015માં દિલ્હીનું બજેટ 30,000 કરોડ હતું, 7 વર્ષ પછી તે 75,000 કરોડ થયું છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા જ ટેક્સ ભરવામાં આવતો હતો.વેપારીઓ પર વિશ્વાસ કરતા શીખો.’
કેજરીવાલે વધમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને સત્તામાં રહ્યાને 27 વર્ષ થયા, પરંતુ તેમા એક તરફી ભાષણ હશે, આપણે કરીએ છીએ બેતરફી વાત ક્યારેય નહીં કરી હોય. આજે તમારી વાત મુખ્યમંત્રી અને પાટિલ સાહેબ પણ બેસીને શાંતિથી સાંભળી રહ્યા હશે. તો મને લાગે છે કે, તમારી બે ચાર વાતો પર તો થોડા દિવસમાં જ અમલ થઇ જ જશે.
આ પણ વાંચો : “મોતની પોટલી” : બોટાદ કેમિકલ કાંડમાં મોતનો આંકડો 35 પાર, હવે માતમ પર રાજનીતિ
અરવિંદ કેજરીવાલે ગુજરાતના વેપારીઓને 5 ગેરંટી
- ડરનો માહોલ પૂર્ણ કરી દેવામાં આવશે, નીડરતાની સાથે વેપારીઓ પોતાનો વ્યવસાય કરી શકશે.
- વેપારીઓને સન્માન આપવામાં આવશે, સરકારી કચેરીઓમાં તેનું સન્માન કરવામાં આવશે.
- ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવામાં આવશે.
- ટેક્ષના 6 માસ જૂના રિફંડ અપાવીશું, ટેક્ષમાં સરળીકરણ લાવીશું.
- સરકાર પોતાના ભાગીદાર તરીકે વેપારીઓને સંમલિત કરશે.