ગુજરાતટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલ નવા માસ્ટર પ્લાન સાથે ફરી ગુજરાતની મુલાકાતે, ભાજપની મુશ્કેલી વધશે!

Text To Speech

ગુજરાતમાં રાજકીય દિગ્ગજો વારંવાર આવી રહ્યાં છે. જેમાં વિવિધ પક્ષના સુપ્રિમોના આંટાફેરા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં વધ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં દિલ્હી સીએમ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેમાં 12 અને 13 સપ્ટેમ્બરે કેજરીવાલ અમદાવાદ આવશે. જેમાં રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી ગયા છે.

અરવિંદ કેજરીવાલનો નવો માસ્ટ પ્લાન સામે આવશે

વિધાનસભા ચુંટણીને લઈને રાજકીય પક્ષોમાં સક્રિયતા તેજ બની ગઈ છે. આ વખતે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પુરેપુરી સક્રિય જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં આ વખતે દ્વીપક્ષીય નહીં પરંતુ ત્રીપાંખિયો જંગ જોવા મળશે. જેને લઈને અરવિંદ કેજરીવાલ અને આપના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. જેમાં ગુજરાતના મતદારોને માટે ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા તથા ખેડૂતો માટે જાહેરાત કરી હતી. તેમાં આ વખતે અરવિંદ કેજરીવાલનો નવો માસ્ટ પ્લાન સામે આવશે.

આપ બાજી મારી જશે તેવું નથી પણ ફટકો જરૂર આપશે

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી, નવસેરથી જમીન રિ-સર્વેની કામગીરીનો વાયદો કર્યો ઉપરાંત ટેકાના ભાવે પાકોની ખરીદીની પણ ગેરંટી આપવાની વાત કરી છે. તથા પોરબંદરમાં કેજરીવાલે માછીમારોને રિઝવવાનો પ્રયાસ કર્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. જેમાં આ વખતે આપ બાજી મારી જશે તેવું નથી પણ ફટકો જરૂર આપશે તેવી લોક ચર્ચા શરૂ થઇ છે.

Back to top button