ગુજરાતમાં કેજરીવાલે જીતની મહોર મારી, આટલી બેઠકો મળવા વિશે કર્યો ખુલાસો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આગામી મહિનાઓમાં યોજાઇ જવાની છે. તેવામાં વિવિઘ રાજકીય પક્ષોના મોટા નેતાઓએ ગુજરાતમાં દોટ મુકી છે. વડાપ્રધાન મોદી પણ ઘણી વખત ગુજરાતમાં સભાઓ ગજવી ગયા છે. તથા 19 ઓક્ટોબરે પાછા ગુજરાત પ્રવાસે આવશે. તેવામાં ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જોવા મળ્યો છે. તેવામાં ભાવનગરમાં આમ આદમી પાર્ટીના સી.એમ અરવિંદ કેજરીવાલ અને ભગત માનનું આગમન થયું હતું. સતત ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ ભાવનગરના પ્રવાસે પહોંચ્યા છે. શહેરના ચિત્રા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીશ્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે જાહેર સભા #LIVE https://t.co/3Vol2uIIrb
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 16, 2022
ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર
ભાવનગરમાં સભા સંબોધન કરતી વખતે અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવો જોઇએ. તથા ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમજ બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે. આ ઉપરાંત અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.
આ પણ વાંચો: આજે AAP બાદ કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા
150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હજુ આપણ વધારે મહેનત કરવાની જરૂર છે. હજુ વધુ સીટ કવર કરવાની છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, જો ઓછા માર્જીનથી સરકાર બનશે તે ભાજપવાળા અમારી સરકાર તોડી નાખશે. તેથી 150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી હતી. નોંધનીય છે કે, ભાજપના ગઢમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10000થી 15000 લોકો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના બંને સીએમ ભાવનગરના પ્રવાસે પહોંચતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.