તિહાડ જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, AAPના કાર્યકર્તાઓને જણાવ્યો આગળનો પ્લાન
- અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી છૂટ્યા. તિહાર જેલની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ તેમનું સ્વાગત કર્યું
દિલ્હી, 10 મે: દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ સીએમ કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા છે. તિહાર છોડ્યા બાદ કેજરીવાલે કહ્યું કે, ‘તમારી વચ્ચે રહીને સારું લાગે છે. મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ. લો આવી ગયો. આવતીકાલે સવારે 11 વાગે કનોટ પ્લેસ હનુમાન મંદિરમાં આપણે મળીશું, ત્યાં હનુમાનજીના દર્શન કરી અને આશીર્વાદ લઈશું. આવતીકાલે બપોરે પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીશું.’ તેમણે કહ્યું કે, ‘હું આપ સૌનો આભાર માનું છું, હું સુપ્રીમ કોર્ટના જજોનો આભાર માનું છું.’
50 दिनों के बाद तिहाड़ जेल से बाहर आए CM अरविंद केजरीवाल। https://t.co/wdUhvBFCxJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 10, 2024
કેજરીવાલે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના જજોનો આભાર, જેમના કારણે આજે હું તમારી વચ્ચે છું. આપણે સૌએ સાથે મળીને દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે. હું મારા તન, મન અને ધનથી સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું. 140 કરોડ લોકોએ તાનાશાહી સામે લડવું પડશે.’
2 જૂને સરેન્ડર કરવું પડશે: કોર્ટ
અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટ પાસે 5 જૂન સુધી જામીન માંગ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું, “આપણે કોઈ સામાન્ય લાઇન ન દોરવી જોઈએ. કેજરીવાલની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ અગાઉ કે પછી પણ થઈ શકી હોત. હવે અહીં 21 દિવસ આમ કે તેમ કોઈ ફરક નહીં પડે. 2 જૂને અરવિંદ કેજરીવાલ, સરેન્ડર કરશે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ જેલની બહાર તો આવી જશે પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન