ગુજરાતટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલે સુરતમાં કરી ગણેશ પુજા, પંચાયતોને લઈને આપી મોટી ગેરન્ટી

Text To Speech

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી અત્યારથી જ કમર કસી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વિનર અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયા ગુજરાતની મુલાકાતે આવે છે અને અલગ અલગ ગેરન્ટી આપીને લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જેમાં શનિવારે સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. બાદમાં હાજર જનમેદનીને સંબોધિત કરી હતી.

અરવિંદ કેજરીવાલે સુરતમાં મહાઆરતીમાં લાભ લઈને પુજા અર્ચના કરીને સભાને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતમાં ખુદ ભગવાન મોજુદ છે. આમ આદમી પાર્ટી ગરીબ લોકોની સેવા કરી રહ્યું છે. તો સાથે સાથે મનોજ સોરઠીયા પર કરવામાં આવેલા હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમારા કાર્યકર્તાઓ કેમ હુમલા કરવામાં આવે છે, ભગવાન પ્રભુ ખુદ કહે છે, જે લોકો સાચા માર્ગે ચાલે છે તેમને મુશ્કેલી આવે છે. આપણે સચ્ચાઈ માર્ગ પર ચાલવાનું છે. આપણે ગણપતિ સામે શપથ લઈએ, આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને દરેક વ્યક્તિ ખુશ હોય, ગરીબી દૂર થાય, તમામને શિક્ષણ મળે ત્યારે ભારત નંબર 1 બનશે. આપણે સૌ બહાદુર છીએ, પણ સિસ્ટમ ખરાબ છે એને બદલીશું.

આ પણ વાંચો : ભાદરવી પૂનમના અંબાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે સુરતમાં એક મોટી ગેરન્ટી આપી હતી. સુરતમાં કેજરીવાલે પંચાયતોને લઈને એક મોટી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે પંચાયતોને લઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.

Back to top button