ચૂંટણી 2022ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલ

અરવિંદ કેજરીવાલનું જુઠ્ઠાણું કે શું ? સિંગાપુરના વર્લ્ડ સિટીઝ સમિટના કાર્યક્રમમાં ક્યાંય તેમનું નામ જ નથી

Text To Speech

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સિંગાપુર યાત્રાની પરવાનગીનો મુદ્દો સંસદ સુધી ચર્ચામાં પહોંચ્યો છે. પરંતુ વાસ્તવમાં આપણે આ કાર્યક્રમ અંગે જાણવું પણ જોઇએ કેમકે ગુજરાત માટે ગર્વની વાત છે કે, તેમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલાને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ સિંગાપુર સરકારે વર્લ્ડ સિટીઝ સમિટનો છે.

સિંગાપુરમાં 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી વર્લ્ડ સિટીઝ સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેના માટે દુનિયાના કેટલાંક શહેરોના મેયર અને કેટલાંક ઉચ્ચ અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તેની સત્તાવાર માહિતી વર્લ્ડ સિટી સમિટના પેજ પર પણ જોઇ શકાય છે. જ્યારે તેમાં ક્યાંય પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

બીજી તરફ રવિવારથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર દિલ્હી મોડલને વિશ્વ કક્ષાએ રજુ કરવા માટે વિક્ષેપ કરી રહ્યા છે. તેમજ દિલ્હીના સ્વાસ્થ્ય અને શાળાના મોડલને વિશ્વ કક્ષાએ નામના મળે તે કેન્દ્ર સરકારને પસંદ નથી. જેના અંગે આજે સંસદમાં હંગામો પણ થયો હતો.

Image

જ્યારે આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, સિંગાપુરમાં આયોજીત વર્લ્ડ સિટીઝ સમિટમાં દુનિયાભરના મેયર અને કેટલાંક અધિકારીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમની સત્તાવાર વેબસાઈટ અને માહિતી પુસ્તિકામાં પણ ક્યાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ જોવા મળી રહ્યું નથી. પરંતુ સુરતના મેયર હેમાલી બોઘાવાલાનું નામ અને ફોટો જોવા મળે છે.

આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી મોડલને કોઈ પણ રીતે રજુ કરવા માંગે છે. તેની સામે સુરતના મેયરને આમંત્રણ મળવાથી આપના દિલ્હી મોડલનો પ્રશ્ન જ શૂન્ય થઈ રહ્યો છે.

તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પક્ષના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, સિંગાપુરના વર્લ્ડ સિટીઝ સમિટ અંગે અરવિંદ કેજરીવાલેન 1 જૂનના ભારતમાં સિંગાપુરના ઉચ્ચાયુક્તે આમંત્રણ આપ્યું હતું. જેના પછી મુખ્યમંત્રીએ 7 જૂનના વડાપ્રધાન કાર્યાલય પાસે પરવાનગી માંગી હતી પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે સિંગાપુર સરકાર દ્વારા પણ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

 

Back to top button