ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: વચગાળાના જામીન થયા મંજૂર

Text To Speech
  •  વચગાળાના જામીન મળ્યા છતાં પણ કેજરીવાલ જેલમાંથી બહાર નહીં આવી શકે, કેસ મોટી બેંચ પાસે ગયો

નવી દિલ્હી, 12 જુલાઇ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે દારૂ નીતિ કૌભાંડના EDના કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. પરંતુ તેની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે.  ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકવામાં આવતા હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે તેમજ CBIના કેસમાં પણ જામીન મળવાના બાકી છે.

 

સુપ્રીમ કોર્ટ મોટી બેંચને કેસ મોકવામાં આવ્યો હોવાથી કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તે CBI કસ્ટડીમાં છે પરંતુ EDના કેસમાં તેને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે. આ અંગે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, “જો PMLA હેઠળ મુખ્યમંત્રીની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે, તો તે સમગ્ર દેશમાં આ કાયદાના દુરુપયોગ માટે એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે અને ઘણા લોકો આ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.” તેમણે કહ્યું કે, અમને આશા છે કે આ નિર્ણય આપણા દેશના બંધારણને મજબૂત કરશે.”

કોર્ટે શું કહ્યું?

મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે, ‘દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસકરતાં વધુ સમયથી જેલમાં છે. તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.’

આ પણ જૂઓ: ઈંગ્લેન્ડના એક ગુરુદ્વારામાં કિશોર દ્વારા લોકો પર કીરપાણ વડે હુમલો, હત્યાના પ્રયાસમાં ધરપકડ

Back to top button