ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા Arvind Kejriwal

Text To Speech
  • દિલ્હીના CM થયા ભાવુક 
  • ચાલુ સંબોધન દરમિયાન આંખોમાં આવ્યા આંસુ
  • કેજરીવાલને આવી મનીષ સિસોદિયાની યાદ 
  • કહ્યું, મનીષ સિસોદિયા પર લાગ્યા ખોટા આરોપ, જુઓ વિડિયો

CM કેજરીવાલ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બવાનાના દરિયાપુર ગામમાં દિલ્હી સરકારની નવી શાળાના ઉદઘાટન દરમિયાન ત્યાં હાજર લોકોને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ આબકારી પોલિસીમાં ગેરરીતિઓને કારણે જેલમાં છે.

“મનીષજી પર ખોટા આરોપો….”

બુધવારે એક કાર્યક્રમમાં તેમને યાદ કરીને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, “આજે મનીષજીની ખૂબ જ યાદ આવી રહી છે. દરેક બાળક શ્રેષ્ઠ શિક્ષણ મેળવે એ તેમનું સપનું હતું. મનીષજી પર ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં ધકેલી દીધા.”

“મનીષજીનું સપનું હતું તમામ બાળકોને સારું શિક્ષણ મળે”

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, “આ બધું જ તેમનું સપનું હતું. વિરોધી પક્ષ ક્રાંતિનો અંત લાવવા માગે છે, પરંતુ અમે એવું થવા દઈશું નહીં. મનીષજીએ તેની શરૂઆત કરી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારું શિક્ષણ મળે. આટલા સારા માણસને જેલમાં ધકેલી દીધા છે. આપણે મનીષ સિસોદિયાનાં સપનાં પૂરાં કરવાનાં છે. તેઓ બહુ જલદી બહાર આવશે. સત્ય ક્યારેય હાર માનશે નહીં.”

આ પણ વાંચો: લખનઉમાં ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી જીવાની હત્યા, સરાજાહેર મારી ગોળી

 

Back to top button