ટ્રેન્ડિંગનેશનલ

તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલનું વજન વધ્યું, કેવી છે હાલ તબિયત?

Text To Speech
  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલ તે જેલમાં જ રહેશે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ આવ્યું છે

દિલ્હી, 10 એપ્રિલ: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. પરંતુ તેમની તબિયતને લઈને એક અપડેટ આવ્યું છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર જેલમાં કેજરીવાલનું વજન વધી ગયું છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ કેજરીવાલનું મેડિકલ રાબેતા મુજબ ચેક કરવામાં આવ્યું છે. તેમને ડાયાબિટીસ છે. મેડિકલ તપાસમાં અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ એકદમ ઠીક આવ્યું છે અને તેમનું વજન પહેલા જે ઘટ્યું હતું તે હવે વધી ગયું છે. આ સિવાય તેમનું બ્લડ પ્રેશર અને સ્વાસ્થ્યના અન્ય પરિમાણો સામાન્ય છે.

AAPમાં મતભેદ, દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપી દીધું છે. EDએ થોડા દિવસો પહેલા રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી સરકારમાંથી આ પ્રથમ રાજીનામું છે.

રાજીનામું આપ્યા બાદ રાજકુમાર આનંદે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે જે પક્ષ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આંદોલનને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો તે આજે તેમાં જ ડૂબી ગયો છે. તેમણે કહ્યું કે પહેલા તેમને લાગતું હતું કે પાર્ટીના નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે, પરંતુ હાઈકોર્ટના નિર્ણય પછી તેમને લાગ્યું કે ક્યાંક કંઈક ખોટું છે.

આ પણ વાંચો: CM કેજરીવાલે ધરપકડને લઈને હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

Back to top button