ટોપ ન્યૂઝનેશનલ

ચીન સાથે એશિયન ગેમ્સના વિવાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાનની PM મોદી સાથે મુલાકાત

Text To Speech

અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને સંસદમાં મહિલા અનામત બિલ પસાર થવા બદલ તેમને અભિનંદન આપતાં કહ્યું કે હવે મહિલાઓને સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાઓમાં વધુ પ્રતિનિધિત્વ મળશે. ખાંડુએ એમ પણ કહ્યું કે મીટિંગ દરમિયાન, તેમણે અરુણાચલ પ્રદેશના વિવિધ વિકાસના મુદ્દાઓ પર વડા પ્રધાન સાથે સમૃદ્ધ ચર્ચા કરી હતી. આ ઉપરાંત મહત્વનો મુદ્દો આ મુલાકાતનો ચીન અંગે હતો. કારણ કે તાજેતરમાં જ એશિયન ગેમ્સમાં અરૂણાચલ પ્રદેશના 3 ખેલાડીઓને ચીન દ્વારા પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો જેના કારણે વિવાદ થયો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પરિવર્તનકારી સુધારા સાથે હવે મહિલાઓને વધુ સંખ્યામાં નિર્ણય લેતી સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ મળશે. ‘મહિલા સશક્તિકરણ તરફના તેમના સાહસિક પગલા માટે હું માનનીય PMનો ખરેખર ઋણી છું.’ ખાંડુએ કહ્યું, ‘અરુણાચલ પ્રદેશના વિવિધ વિકાસના મુદ્દાઓ પર પણ સમૃદ્ધ ચર્ચા કરી હતી. તેમના માર્ગદર્શનથી ધન્ય અને અમારા રાજ્યના લોકો પ્રત્યેના તેમના પ્રેમ અને સ્નેહથી હું નમ્ર છું.’

મહિલા અનામત બિલ ગઈકાલે પાસ થયું હતું

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં લોકસભા અને રાજ્યસભાઓમાં મહિલાઓ માટે ત્રીજા ભાગની બેઠકો અનામત રાખવાના બિલને ગુરુવારે સંસદીય મંજૂરી મળી હતી કારણ કે રાજ્યસભાએ સર્વસંમતિથી તેની તરફેણમાં મતદાન કર્યું હતું. લોકસભાએ બુધવારે આ બિલ પાસ કર્યું હતું.

રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ચીનની મુલાકાત મોકૂફ રાખી

ઉલ્લેખનીય છે કે ચીનના હેંગઝોઉ ખાતે 19મી એશિયન ગેમ્સ પહેલાં ચીને વધુ એક વખત તેની ભારત વિરોધી માનસિકતા છતી કરી છે. ચીની સત્તાવાળાઓએ એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઈ રહેલા અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને એક્રેડિટેશન તથા પ્રવેશ આપવાનો ઇનકાર કરતાં ભારતીય ખેલાડીઓ માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ હતી.

ચીનની આ આડોડાઈ સામે ભારતે આક્રમક પ્રતિભાવ આપ્યો હતો એટલું જ નહીં પરંતુ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગેમ્સના સમારંભમાં ભાગ લેવા જવા માટેની યોજના પણ પડતી મૂકી હોવાનું વિવિધ સમાચાર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું. અરુણાચલ પ્રદેશના વુશુ પ્રાન્તના એથલેટ્સ ચીનના હેંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં જઈ શકતા નથી કેમ કે ચીને તેમને એક્રેડિટેશન અને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે.

એશયન ગેમ્સ

અહેવાલ મુજબ ચીન દ્વારા એવી ચાલાકી કરવામાં આવી છે કે, અરુણાચલ પ્રદેશના વુશુના એથલેટ્સને એક્રેડિટેશન કાર્ડ તો ઑનલાઇન આપવામાં આવ્યા હતા, પરંતુ ખેલાડીઓ તેને ડાઉનલોડ કરી શકે અને સ્ટેડિયમમાં પ્રવેશ માટે તેનો ઉપયોગ કરી શકે એવી આવશ્યક ટેકનિકલ સુવિધા આપી નહોતી જેને કારણે માત્ર અરુણાચલ પ્રદેશા ખેલાડીઓને જ મુશ્કેલી પડી છે.

Back to top button