ટ્રેન્ડિંગધર્મમનોરંજનશ્રી રામ મંદિર

અરુણ ગોવિલે કહ્યું, ભગવાન રામ બનવા પર ઈજ્જત મળી, પરંતુ નુકશાન પણ થયું!

Text To Speech
  • ટીવી પર કોઈ સીરિયલ કે કોઈ ફિલ્મ રામાયણ પર બની તો હંમેશા પાત્ર માટે અરુણ ગોવિલને જ યાદ કરવામાં આવતા. આ શો બાદ અરુણને ખૂબ રિસ્પેક્ટ મળ્યું, પરંતુ ફિલ્મોમાં તેનો ફાયદો ન મળી શક્યો.

રામાનંદ સાગરના શો રામાયણથી ઘર-ઘરમાં ભગવાન રામના નામથી જાણીતા બનેલા અરુણ ગોવિલને આજે પણ ફેન્સ ભગવાન જ માને છે. આ શોએ અરુણને એક ખાસ ઓળખ અપાવી. એટલું જ નહિ, પરંતુ ત્યારબાદ ટીવી પર કોઈ સીરિયલ કે કોઈ ફિલ્મ રામાયણ પર બની તો હંમેશા પાત્ર માટે અરુણ ગોવિલને જ યાદ કરવામાં આવતા. આ શો બાદ અરુણને ખૂબ રિસ્પેક્ટ મળ્યું, પરંતુ ફિલ્મોમાં તેનો ફાયદો ન મળી શક્યો. અરુણ ગોવિલે કહ્યુ કે ભગવાન રામ બનવાના નુકશાન પણ થયા છે.

રામ બનવાના નુકશાન પણ થયા

અરુણને ફિલ્મમાં લીડ એક્ટરનો રોલ ન મળ્યો, કેમકે તે દર્શકોના ભગવાન રામના રૂપમાં જોવાયા અને પસંદ કરાયા. અરુણે ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે રામાયણથી તેમની લાઈફમાં કેટલીક સારી તો કેટલીક ખરાબ વસ્તુઓ પણ થઈ.

કોમર્શિયલ ફિલ્મો ન મળી

અરુણે કહ્યું કે મને માન-સન્માન ખૂબ મળ્યું, પરંતુ કોમર્શિયલ ફિલ્મો ન મળી. બધા પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ મને કહેતા હતા કે ભગવાન રામની મારી ઈમેજ એટલી સ્ટ્રોંગ હતી કે તેમને સમજમાં નથી આવતું કે તે મને કયો રોલ ઓફર કરે. લોકો તમારામાં ફક્ત ભગવાન રામને જોવે છે. તેઓ તમને કોઈ પાત્રમાં જોવા ઈચ્છતા નથી.

સપોર્ટિંગ રોલ કર્યા

રામાયણ બાદ અરુણ ફિલ્મ મુકાબલા, હથકડી, દો આંખે 12 હાથ જેવી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા. જોકે છેલ્લા થોડા સમયથી અરુણ કેટલીક ફિલ્મો અને વેબ સીરીઝમાં જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે ફિલ્મ જુબલી, ઓએમજી-2 અને હુકુસ બુકુસમાં જોવા મળ્યા હતા. હાલમાં અરુણ તેમના કોસ્ટાર સુનિલ લહેરી અને દીપિકા ચિખલિયા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા પહોંચી ગયા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિર માટે 11 રામ ભક્તોએ આપ્યા બલિદાન, જાણો કેવી રીતે ?

Back to top button