આર્ટીફિશિયલ સ્વીટનરનું આ છે સત્ય: સુગર ફ્રી હોવા છત્તા પણ ડાયાબિટીસ કરી શકે છે


આર્ટીફિશિયલ (કૃત્રિમ) સ્વીટનરમાં નોર્મલ ખાંડ કરતાં અનેક ગણી મીઠાસ હોય છે, તેના સતત ઉપયોગથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ છે. ખાસ કરીને બાળકોમાં તેની અસર બઉં જડપથી લાગી જાય છે. વાસ્તવમાં, યુએસસી ડોર્નસીફના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કૃત્રિમ ગળપણના ઉપયોગને કારણે બાળકોની યાદશક્તિમાં ઘટાડો થવાનું જોખમ રહેલું છે. તેમજ યુવાનો પણ આ રીતના આર્ટીફિશિયલ સ્વીટનરનો સતત ઉપયોગ કરતા રહે છે તો તેમને ડાયાબિટીસ થઈ શકે છે. પોતાની પ્રોડક્ટના વેચાણ માટે અનેક પ્રલોભનો અને આપતી તેમજ ફિટનેસ ટ્રેનર કે ફિટનેસ ફંડા આપતા એક્ટર અને એક્ટ્રેસ પાસે આવી કુત્રિમ સ્વીટનરનું વેચાણ કરાવી રહેલ કંપનીઓ લોકોના જીવન સાથે ચેડા કરી રહી છે. આથી આર્ટીફિશિયલ સ્વીટનર કરતા નોર્મલ ખાંડનો ઓછી માત્રામાં ઉપયોગ કરવો વધારે યોગ્ય છે.
કૃત્રિમ ગળપણ પાચન તંત્ર પર સીધી અસર કરે છે.

આર્ટીફિશિયલ સ્વીટનરથી બાળકોમાં માનસિક ફેરફારો જોવા મળે છે. કિશોરાવસ્થામાં વધુ મીઠાશનું સેવન કરવાથી, તેની અસર તરુણાવસ્થા સુધી દેખાવા લાગે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે કૃત્રિમ ગળપણ પાચન તંત્ર પર સીધી અસર કરે છે. આનાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. સંશોધકોએ તેમ પણ કહ્યુ છે કે કુત્રિમ સ્વીટનરનો કોઈ પણ વ્યક્તિ સતત ઉપયોગ કરતો રહે તો તેને ડાયાબિટીશ પણ થઈ શકે છે.
ઉંદરો પર કરાયુ સંશોધન
અગ્રણી સંશોધક પ્રોફેસર લિન્ડસે શિયરે આ માટે કેટલાક ઉંદરો પર પ્રયોગ કર્યો. તેમને પાણીમાં ભેળવેલું કૃત્રિમ સ્વીટનર આપવામાં આવ્યું હતું. કેટલાક ઉંદરોને સામાન્ય પાણી આપવામાં આવ્યું હતું. આ પછી, જ્યારે ઉંદર પુખ્ત બન્યા ત્યારે તેમના પર કેટલાક પરીક્ષણો કરવામાં આવ્યા હતા. તે બહાર આવ્યું હતું કે જે ઉંદરો નિયમિતપણે સ્વીટનરનું સેવન કરે છે તેઓ ભટકી જાય છે. તેની યાદશક્તિ નબળી પડી ગઈ હતી. સંશોધકોએ જોયું કે સ્વીટનરનું સેવન કરનારા ઉંદરોમાં, ગ્લુકોઝ લોહીમાં અલગ રીતે વહીને આંતરડામાં પહોંચે છે. અભ્યાસના સહ-લેખક પ્રો. સ્કોટ કાનોસ્કી કહે છે કે બાળકોએ નાની ઉંમરથી જ નિયમિતપણે આર્ટિફિશિયલ સ્વીટનર્સનું સેવન ન કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તેને ટાળવું જરૂરી છે.
જીભની સ્વાદ પારખવાની શક્તિ મરી પરવારે છે
જે લોકો કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે તેઓ જીભ પર મીઠી સંવેદનાના એટલે કે તેમની નર્વસ સિસ્ટમમાં ખલેલ પહોંચાડે છે. આનાથી લોકો અન્ય કોઈ પણ વસ્તુ કે ફ્રુટનો મૂળ સ્વાદ આવતો બંધ થઈ જાય છે. અને તેના જ કારણે લોકો મીઠો સ્વાદ અનુભવવા માટે ચા, કોફી કે અન્ય ચીઝમાં વધુ ખાંડનો ઉપયોગ કરવો પડે છે.
આ પણ વાંચો: ટેટૂનો શોખ આપણા સ્વાસ્થ્ય માટે છે ખુબજ નુકસાનકારક, ચામડીમાં હાનિકારક ધાતુ પ્રવેશે છે