ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાહેબની ખુરશી બચાવવા દિયોદરમાં કલમ 144 લાગુ?

  • ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે પદયાત્રા ચાલુ થઈ હતી.
  • આંદોલન 18મી ઓગસ્ટે ગાંધીનગર પહોંચી શકે.
  • ખેડૂત આગેવાનને લાફો માર્યા બાદ ખેડૂતોએ MLAના રાજીનામાંની માંગ સાથે દિયોદરથી ગાંધીનગર પદયાત્રા ચાલુ કરી હતી જેને રોકવા દિયોદરમાં કલમ 144 લાગુ કરાઈ છે.

બનાસકાંઠા: દિયોદર ખાતે ત્રણ દિવસ અગાઉ મળેલી અટલ ભુજલ યોજનાની બેઠક દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ પર થયેલા હુમલાનો વિવાદ હવે ગાંધીનગર સુધી પહોંચી રહ્યો છે. દિયોદર ધારાસભ્ય કેશાજીના સમર્થકે ખેડૂત આગેવાન પર હુમલો કર્યા હોવાના આક્ષેપ સાથે દિયોદર ધારાસભ્યના રાજીનામાની માર્ગને લઈ ખેડૂતોએ દિયોદર થી ગાંધીનગર સુધી કુચયાત્રાનો પ્રારંભ કર્યા હતો ત્યારે આ ખેડૂત ન્યાય યાત્રાને રોકવા દિયોદરમાં 144 લાગુ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે,  ધારાસભ્ય કેશાજીના કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવા પર ખેડૂતને માર મારવામાં આવ્યો હતો. હવે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ધારાસભ્યના ઇશારાથી જ ખેડૂત આગેવાન સાથે દૂર્વ્યહાર કરવામાં આવ્યો છે. સુત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બેઠકમાં ધારાસભ્ય કેશાજીએ ખેડૂત આગેવાનને ટોણો મારતા કહ્યું હતુ કે, શું તમે નેતા બનવા માટે આવ્યા છો? આમ આડકતરી રીતે સાહેબે ખેડૂત સાથે દૂર્વ્યવહાર કરવાનો સંકેત આપી દીધો હતો.

કલમ 144 લાગુ છતાં ખેડૂતો ગાંધીનગર જવા માટે મક્કમ:

અટલ ભુજલ યોજનાના કાર્યક્રમમાં ખેડૂત આગેવાને માત્ર ખેડૂતોની રજુઆતો જ મુકી હોવા છતાં ધારાસભ્ચએ ખેડૂત આગેવાનને નેતા બનવા આવ્યા છો કહીને ટોણો માર્યો હતો, ત્યાર બાદ કાર્યક્રમ પુર્ણ થતાની સાથે જ ધારાસભ્યના સમર્થકે ખેડૂત આગેવાનને જાહેરમાં લાફા માર્યા હોવાથી ખેડૂતો રોષે ભરાયા હોવાથી ન્યાય માટે સમગ્ર પંથકના ખેડૂતોએ ન્યાય માટે દિયોદરથી ગાંધીનગર ધારાસભ્યના રાજીનામાની માગ સાથે આંદોલન શરુ કર્યું હતું. ખેડૂતો બનાસ નદીના પટ પાસે આવેલા ઉમરી પહોંચતાની સાથે જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. છતાં ન્યાયની આ યાત્રાને લઈને ખેડૂતો ગાંધીનગર જવા માટે મક્કમ છે.

શું છે સમગ્ર ઘટના, કેમ ખેડૂતો ગાંધીનગર સુધી પદયાત્રા કરવા મજબુર બન્યા?

 

થોડા દિવસ અગાઉ દિયોદરમાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં કેટલાક સરકારી અધિકારીઓ અને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર હતા. તે દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા જતા ધારાસભ્યના સમર્થક દ્વારા ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને જાહેરમાં લાફો મારવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂત આગેવાન અને ખેડૂતોનું કહેવું છે કે ધારાસભ્ય કેશાજી ચૌહાણના ઇશારે આ સમગ્ર ષડયંત્ર રચી અને હુમલો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: BREAKING: સુરતની એક બેન્કમાંથી 13 લાખ રૂપિયાની દિલધડક લૂંટ, લૂંટના CCTV આવ્યા સામે

Back to top button