અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય
- અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર બોલિંગ કરી છે. તેમણે કુલ 17 વિકેટ ઝડપી છે અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે
HD ન્યૂઝ ડેસ્ક, 30 જૂન: અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર બોલિંગ કરી હતી. તેમણે આખી ટૂર્નામેન્ટમાં પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા છે. કોઈપણ વિરોધી ટીમના બેટ્સમેન તેની બોલિંગ સામે ટકી શક્યા નથી. દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં તેમણે કિલર બોલિંગનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ટીમ માટે સૌથી મોટા મેચ હીરો તરીકે ઉભરી આવ્યો છે. અર્શદીપની લાઇન લેન્થ ખૂબ જ સચોટ હતી અને ડેથ ઓવરોમાં વિરોધી ટીમો પાસે તેના યોર્કર બોલનો કોઈ જવાબ નહોતો.
અર્શદીપ સિંહે કર્યો કમાલ
દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેમણે પોતાની ચાર ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેમણે મેચમાં ક્વિન્ટન ડી કોક અને એડન મેકક્રમની વિકેટ ઝડપી હતી. તેણે T20 વર્લ્ડ કપ 2024ની 8 મેચમાં કુલ 17 વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીએ T20 વર્લ્ડ કપ 2024માં કુલ 17 વિકેટ લીધી છે.
અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 17 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તે ભારતીય બોલરોમાં નંબર વન પર પહોંચી ગયો છે. તેમના પહેલા, કોઈ પણ ભારતીય બોલર T20 વર્લ્ડ કપની એક પણ આવૃત્તિમાં 17 વિકેટ લઈ શક્યો ન હતો. જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 15 વિકેટ ઝડપી છે.
T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરઃ
- ફઝલહક ફારૂકી- 17 વિકેટ, 2024
- અર્શદીપ સિંહ- 17 વિકેટ, 2024
- વાનિન્દુ હસરાંગા- 16 વિકેટ, 2021
- અજંતા મેન્ડિસ- 15 વિકેટ, 2012
- એનરિક નોરખિયા- 15 વિકેટ, 2024
- જસપ્રીત બુમરાહ- 15 વિકેટ, 2024
- વાનિન્દુ હસરંગા- 16 વિકેટ, 2022
T20I કરિયરમાં અર્શદીપે કેટલી વિકેટ લીધી?
અર્શદીપ સિંહે ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં તમામ મેચ રમી હતી અને તેણે જસપ્રિત બુમરાહને સારો સપોર્ટ આપ્યો હતો. તે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તે ભારતીય ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો છે. તેણે ભારતીય ટીમ માટે 52 T20I મેચોમાં 79 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા: જૂઓ વીડિયો