ટ્રેન્ડિંગમનોરંજન

અંબાણીના પ્રી-વેડિંગનો એક ફોટો જોઈને ભડકી અરશદ વારસીની પત્ની, કહ્યું દિલ તૂટી ગયું

  • અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાથીઓ પણ જોવા મળ્યા હતા. તે જોયા બાદ અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટ્ટી ભડકી ઉઠી છે. તેનો ગુસ્સો એક ખાસ તસવીર પર ફૂટી નીકળ્યો છે.

મુંબઈ, 6 માર્ચઃ ગયા શુક્રવારથી અનંત અંબાણીના પ્રી-વેડિંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. આ મેગા બજેટ ઈવેન્ટમાં સ્ટાર્સે ખૂબ જ ધૂમ મચાવી હતી. વિદેશી મહેમાનો પણ આવ્યા હતા, જેમાં હોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત બિઝનેસ અને સ્પોર્ટ્સ પર્સનાલિટી પણ સામેલ હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં દરેક વ્યવસ્થા ગજબ રીતે કરવામાં હતી. મહેમાનો ભારતીય વસ્ત્રોથી માંડીને પશ્ચિમી વસ્ત્રોમાં વિવિધ થીમ પરના કાર્યક્રમો માણતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાથીઓ પણ જોવા મળ્યા હતા. તે જોયા બાદ અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટ્ટી ભડકી ઉઠી છે. તેનો ગુસ્સો એક ખાસ તસવીર પર ફૂટી નીકળ્યો છે.

એક તસવીરને લઈને થઈ બબાલ

અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મારિયા કહે છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં હાથીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તેનો ઉપયોગ પ્રોપ (એન્ટીક પીસ) તરીકે કરવામાં આવ્યો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઈવાન્કા ટ્રમ્પે તેની અનેક તસવીરો પોસ્ટ કરી, જે તેણે અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટમાં ક્લિક કરી હતી. એક તસવીરમાં તે હાથીની બાજુમાં ઊભી રહીને પોઝ આપતી જોવા મળી હતી, જેના પરથી સ્પષ્ટ થયું કે હાથીઓનો ઉપયોગ પ્રોપ તરીકે કરવામાં આવ્યો હતો. આ તસવીર જોઈને અરશદ વારસીની પત્ની ગુસ્સે થઈ છે.

અનંત અંબાણીની પ્રી-વેડિંગનો એક ફોટો જોઈને ભડકી અરશદ વારસીની પત્ની, કહ્યું દિલ તૂટી ગયું hum dekhenge news

ગુસ્સામાં મારિયાએ કહી આ વાત

ઈવાંકાની આ તસવીર જોયા બાદ મારિયાએ તેની સ્ટોરી પર લખ્યું કે, ‘હું અંબાણી સેલિબ્રેશનની આ તસવીર જોઈને હું હેરાન છું. મને નથી લાગતું કે કોઈ પ્રાણી સાથે આવું થવું જોઈએ. ખાસ કરીને જેમનું રેસ્ક્યુ કરીને તેમને નવજીવન આપવામાં આવ્યું છે. આ દિલ તોડી નાંે તેવી વાત છે કે આ હાથીને એક પ્રોપની જેમ ઉભો રખાયો છે અને તે પણ આટલા ઘોંઘાટની વચ્ચે. અરશદ વારસીની પત્ની મારિયા ગોરેટ્ટીનો ગુસ્સો સંપૂર્ણપણે અંબાણી પરિવારની આ વ્યવસ્થા માટે રહ્યો.

કેમ ભડકી મારિયા ગોરેટ્ટી?

જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા બનાવવામાં આવેલા વનતારામાં હાથીઓને રેસ્ક્યૂ કરીને લાવવામાં આવ્યા છે. આ હાથીઓનું ખાસ ધ્યાન રાખવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં અરશદ વારસીની પત્ની મારિયાએ આ તસવીરને આ બાબતો સાથે જોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારનો પ્રી-વેડિંગ કાર્યક્રમ ખૂબ જ શાનદાર હતો. ત્યાં પહોંચેલા તમામ સ્ટાર્સ અત્યારે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આશા ભોંસલેએ જ્યારે ગૃહમંત્રી અમિત શાહ માટે ગાઈ આ ગીતની પંક્તિ, જાણો સુંદર કાર્યક્રમ વિશે

Back to top button