ગુજરાતટોપ ન્યૂઝ

ઘોઘાથી સુરત પહોંચવું હવે માત્ર અઢી કલાકમાં પહોંચાશે, રો-પેક્સ ફેરી સર્વીસમાં રૂપિયા 115 કરોડનું નવું જહાજ સેવામાં

Text To Speech

ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે રો પેક્સ ફેરી સર્વીસ ચાલી રહી છે. આ ફેરી સર્વિસથી લોકોના સમયમાં અને આર્થિક રીતે પણ બચત થાય છે. ત્યારે ભાવનગર અને સુરતવાસીઓ માટે વધુ એક ફેરી સર્વીસ શરૂ થવા જઈ રહી છે. રો-પેક્સ ફેરી સર્વીસમાં રૂપિયા 115 કરોડનું નવું જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર બે થી અઢી કલાકમાં પહોંચાડશે. આ જહાજ હાલ હજીરા ખાતે આવી ગયુ છે અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે.

માત્ર અઢી કલાકમાં ઘોઘાથી હજીરા પહોંચી જવાશે
ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે. આજે રો રો રો પેક્સ સર્વિસ હાલ ચાલે છે તેના કરતા ડબલ કેપેસિટી વાળી અને એકદમ ઝડપી રો પેક્સ સર્વિસ શરૂ કરવા માટે હજીરા ખાતે આ અંગેનું વેસલ પણ આવી ગયું છે આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચી શકાશે.

મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવાની કવાયત
આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગ અને વિકસાવવા માટે અપાઇ રહેલા પ્રોત્સાહનના ભાગરૂપે પ્રથમ ઘોઘાથી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા તેમ અને હવે ઘોઘાથી હજીરા થઈ મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે.

115 કરોડનું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમને કારણે ઝડપી
ઘોઘા હજીરા વચ્ચે આ નવું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે, પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલવું નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે.

આ જહાજ બે મહિના બાદ મુંબઈથી હજીરા આવ્યું
આ જહાજમાં 70 ટ્રક 700 પેસેન્જર 125 ગાડી સહિતની કેપેસિટી છે જે હાલના જહાજ કરતાં તેની સ્પીડ લગભગ બમણી થઈ જશે. આ જહાજ બે મહિનાથી મુંબઈ હતું તે હાલમાં હજીરા ખાતે આવી પહોંચ્યું છે જહાજ અત્યંત આધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જન હશે.

Back to top button