ઉત્તરાયણ ના હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાંથી પોલીસ દ્વારા અનેક જગ્યાએ દરોડા કરીને ચાઇનીઝ દોરી નું વેચાણ કરતાં વેપારિયોને પકડી પાડવામાં સફળતા મળી છે. ઉત્તરાયણ ના દર વર્ષે આવા અનેક વેપારીઓ અને ચાઈનીજ દોરીનો જથ્થો પકડી પાડતા હોય છે, પણ આજ સુધી આના પાછળ ના માસ્ટર માઇંડ ને પોલીસ પકડી શકી નથી કે ન કોઈ પણ માહિતી મળી છે.
આ પણ વાંચો : પોલીસની બાજ નજર : ચાઇનીઝ દોરી માટે સોશિયલ મીડિયા ટોપ પર
ચાઇનીઝ દોરીથી કેટલાય લોકોના મૃત્યુ થતાં હોવા છતાં, ચાઈનીજ દોરી નું વેચાણ કરતાં કે ઉપયોગ કરતાં કોઈ ઝડપાય તો એને 5 વર્ષ સુધીની જેલ કે એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો બંને થઈ શકે છે. પણ ગુજરતમાં મુખ્યત્વે માત્ર આઇપીસી ની કલમ 188 એટલે જાહેરનામા ના ભંગ નો ગુનો નોંધી બોન્ડ ભર્યા બાદ પોલીસ મથક થી જ જામીન મળી જતાં હોય છે એટલે આવા વેપારીઓ બેફામ રીતે પોતાનો ધંધો ચલાવતા હોય છે.
મોતની દોરીનો ધંધો કરતાં વેપારીઓ પર સખત પગલાં ન ભરવાને કારણે તેઓ દર વર્ષે બેફામ બની આ ધંધો કરતાં હોય છે. ભૂતકાળમાં આ મોતની દોરીથી નાના બાળકો થી લઈને યુવાનો અને વૃદ્ધ લોકો પણ આ દોરીનો ભોગ બન્યા છે પણ જાણે લોકોના મોત કરતાં પણ દોરી ની કિંમત ક્યાંક વધી ગઈ હોય તે પરિસ્થિતિ ગુજરતમાં છે.
આ પણ વાંચો : વ્યાજખોર સામે મેગા ડ્રાઈવ પણ ખુદ ‘સાહેબ’ જ વ્યાજે પૈસા ફેરવાતા હોય તો?
ગુજરાતમાં આજે રોજે-રોજ અનેક લોકોની ધરપકડ ના સમાચાર તો આવતા જ રહે છે પણ કોને કેટલી સજા ના કોઈ સમાચાર આવતા નથી કારણ કે સામાન્ય રીતે આ તમામ ને જાહેરનામા ના ભંગ નો ગુનો દાખલ કરી છોડી મૂકવામાં આવે છે અને એવા જ લોકો બજારમાં ફરીથી ધંધો કરે છે. જ્યાં સુધી આવા લોકો પર કોઈ કડક સજા કરી દાખલો બેસાડવામાં નહીં આવે ત્યાં સુધી આ ધંધો ચાલુ જ રહશે અને આ મોતની દોરીનો ભોગ લોકો બનતા રહેશે.