ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ, પોલીસ લાહોર જવા રવાના !

Text To Speech

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ફરી એકવાર બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ વોરંટ ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મહિલા જજ જેબા ચૌધરીને ધમકી આપવાના મામલામાં ઇસ્યુ કરવામાં આવ્યું છે. વરિષ્ઠ સિવિલ જજ રાણા મુજાહિદ રહીમે પોલીસને નિર્દેશ આપ્યો છે કે તેઓ 29 માર્ચ સુધીમાં ઈમરાન ખાનની ધરપકડ કરે અને તેને કોર્ટમાં રજૂ કરે. કોર્ટના આદેશ બાદ ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે એક ટીમ ઈસ્લામાબાદથી લાહોર રવાના થઈ ગઈ છે. વાસ્તવમાં, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાન સોમવારે કોર્ટમાં હાજર થવાના હતા. પરંતુ, તેમણે સુરક્ષાના કારણોને ટાંકીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માંગતી અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાન : ચૂંટણી પ્રચાર અને રેલી નહીં કરવા દેવાતા ભડક્યા ઈમરાન, પંજાબ સરકાર સામે રોષ વ્યકત કર્યો
ઈમરાન ખાન- humdekhengenewsજિયો ન્યૂઝના અહેવાલ મુજબ, કોર્ટે ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી અને ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. કોર્ટના આદેશમાં ઈમરાન ખાનને 29 માર્ચે કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટ 2022 માં, ઇમરાન ખાને તેમના ખાસ સહાયક શાહબાઝ ગિલ સાથે એકતામાં એક રાજકીય રેલી યોજી હતી. જેમાં તેને કસ્ટડીમાં અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તે ભાષણ દરમિયાન, ઈમરાન ખાને કથિત રીતે જજ જેબા ચૌધરીને ધમકી આપી હતી કે, તેમણે પોતાની જાતને તૈયાર કરી લેવી જોઈએ કારણ કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.imrankhan- hum dekhenge newsઈમરાન ખાનના આ નિવેદન બાદ જજને ધમકાવવા બદલ તેમની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસ કલમ 186 (જાહેર ફરજ બજાવવામાં જાહેર સેવકને અવરોધ કરવાનો ગુનો), 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશનો અનાદર), 504 (ગુનાહિત ધાકધમકી) અને 506 (ગુનાહિત ધાકધમકી માટે સજા) પાકિસ્તાન પીનલ કોડ હેઠળ નોંધાયેલ છે. બાદમાં ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં માફી માંગતી અરજી દાખલ કરી હતી. આ જ કેસમાં ઈમરાન ખાનને સોમવારે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તેમની ગેરહાજરી બાદ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટનો આદેશ કર્યો હતો.

Back to top button