સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનીષ ધામેચા સામે ધરપકડ વોરંટ, કારણ વગર ફરજ પર હાજર ન રહેતા કડક પગલુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને જુદા જુદા વિસ્તારોમાં ફરજ પર મુકવામાં આવે છે. લોકશાહીના સૌથી મોટા અવસરમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ અને અધિકારીઓના કર્તવ્ય નિષ્ઠા વિશે ઘણુ સાંભળ્યું પણ છે. અને આ ચૂંટણીમાં આવા અનેક કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓની ચૂંટણીપંચ દ્વારા સરાહના પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ચૂંટણીની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સોંપવામાં આવેલ જવાબદારી ના સંભાળતા અધિકારીઓ સામે ચૂંટણીપંચે લાલ આંખ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર સામે કાર્યવાહી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મોટાભાગના કર્મચારીઓને જુદા-જુદા ગામોમાં કે શહેરોમાં મતદાન મથકો પર ડ્યુટી સોંપવામાં આવી હતી. જેને માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડર આપવામાં આવતા હોય છે. જો કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓડર આપ્યા બાદ પણ કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહ્યા ન હતા, જે બાદ ચૂંટણી અધિકારી દ્વારા તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર મનિષ ઘામેજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વર્ષ 2017 કરતા આ વર્ષની ચૂંટણીમાં નોટાની ટકાવારીમાં થયો નોંધપાત્ર ઘટાડો, જાણો નોટાને કેટલા વોટ મળ્યા
ચૂંટણી ફરજમાં હાજર ન રહેતા વોરંટ
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર મનિષ ઘામેજા સામે ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા મનિષ ઘામેજાને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહેવા ઓડર આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ કારણ વગર હાજર ન રહેતા ચૂંટણી પંચ દ્વારા આ આકરું પગલું લેવામાં આવ્યું છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં તેમને પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ફરજ બજાવવાનો ઓડર આપવામાં આવ્યો છતા તેઓ હાજર ન હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા તેમના વિરુદ્વ ફરિયાદ કરતા વોરંટ કાઢવામાં આવ્યો છે.