ગુજરાત

ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપીમાં એક હજાર કરોડનું કૌભાંડ આચરનારની ધરપકડ

Text To Speech
  • ઉત્તરપ્રદેશમાં કંપની સામે આશરે 250 જેટલી ફરિયાદો થઈ
  • ઈડીએ અત્યાર સુધીમાં કુલ રૂ.128 કરોડની મિલકતો જપ્ત કરી
  • 18 જગ્યાએ દરોડા પાડીને દસ્તાવેજો અને ઈલેકટ્રોનિક પુરાવા એકત્ર

ગુજરાતમાં એક હજાર કરોડનું કૌભાંડ કરનાર ઉધવસિંહની ઈડીએ ધરપકડ કરી છે. જેમાં શાઈન સિટી ગ્રૂપે જંગી વળતરની લાલચે હજાર કરોડ ઉઘરાવી લીધેલા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, યુપીમાં પણ અનેક લોકો ભોગ બનેલા છે. ત્યારે ઈડીએ અત્યાર સુધીમાં કુલ રૂ.128 કરોડની મિલકતો જપ્ત કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ટુર સસ્તા થયા, જાણો શું છે કારણ 

ઉત્તરપ્રદેશમાં કંપની સામે આશરે 250 જેટલી ફરિયાદો થઈ

શાઈન સિટી ગ્રુપ ઓફ કંપની દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપીમાં એક હજાર કરોડનું કૌભાંડ આચરનાર ઉધવસિંહ ઉર્ફે સોનું સિંહની ડિરેક્ટોરેટ ઓફ્ એન્ફેર્સમેન્ટ (ED)એ ધરપકડ કરી છે. શાઈન સિટી ગ્રુપ ઓફ કંપની દ્વારા જાહેર જનતાને જંગી વળતર આપવાની લોભામણી જાહેરાતો આપીને આશરે એક હજાર કરોડ રૂપિયા ઉઘરાવી લીધા હતા. જેમાં ઉત્તરપ્રદેશમાં કંપની સામે આશરે 250 જેટલી ફરિયાદો થઈ હતી. જેના આધારે ઈડીએ તપાસ ચાલુ કરીને ઉધવસિંહ ઉર્ફે સોનું સિંહની મની લોન્ડરિંગ કેસમાં પ્રિવેન્શન ઓફ્ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ધરપકડ કરીને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

ઈડીએ અત્યાર સુધીમાં કુલ રૂ.128 કરોડની મિલકતો જપ્ત કરી

ઈડીએ અત્યાર સુધીમાં કુલ રૂ.128 કરોડની મિલકતો જપ્ત કરી છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, શાઈન સિટી ગ્રૂપ ઓફ્ કંપનીઝના રાશીદ નસીમ દ્વારા ગુજરાત, મુંબઈ અને યુપીમાં જમીન ખરીદીને મોટું વળતર આપવાની લોભામણી જાહેરાતો આપવામાં આવી હતી.જેમાં લોકોએ આશરે એક હજાર કરોડથી વધુની રકમ ઉઘરાવી હતી. ઈડીની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, જમીન ખરીદી માટે એડવાન્સ ફેલટ્સ, કોમર્શિયલ જગ્યાઓ ખરીદવા માટે ઉધવસિંહ ઉર્ફે સોનું સિંહએ મોટી રકમ કમિશનર પેટે મળી હતી. ઈડીએ અત્યાર સુધીમાં કુલ રૂ.128 કરોડની મિલકતો જપ્ત કરી છે. જયારે રાશીદ નસીમ અને તેની સાથે જોડાયેલા 18 જગ્યાએ દરોડા પાડીને દસ્તાવેજો અને ઈલેકટ્રોનિક પુરાવા એકત્ર કર્યા હતા. જેમાં આરોપી ઉધવસિંહ ઉર્ફે સોનું સિંહ વિરુદ્ધ પુરાવા મળી આવ્યા હતા.

Back to top button