બાવળા: બોગસ હોસ્પિટલ અનન્યા મલ્ટીસ્પેશિયાલિટીનાં બોગસ ડો.ધર્મેન્દ્ર આહીરની ધરપકડ, શું કહે છે DYSP મેઘા તેવર જાણો!!
અમદાવાદ, 16 જુલાઈ 2024 : અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી, મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર આ હોસ્પિટલ ચલાવતો હતો. બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી, જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જે અંગે હાલ કુલ ત્રણ આરોપીઓ માંથી ડો. ધર્મેન્દ્ર મંગળભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે જે મૂળ ભાવનગરનો વતની છે. જોકે હજુ બે મુખ્ય આરોપી બોગસ ડોકટર મેહુલ ચાવડા, MBBS તબીબ ડો. મનીષા અમરેલીયાની ધરપકડ કરવા વધુ ચક્રો ગતિમાન કરાયા છે ત્યારે શું કહે છે DYSP મેઘા તેવર જાણીએ વિગતવાર!!!
બારીના કાચ તોડી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો
અમદાવાદ ગ્રામ્ય DYSP મેઘા તેવરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ ૧૦ જુલાઈના રોજ પોલીસ વિભાગમાં ફરિયાદ આવતા તપાસ કરી હોસ્પિટલને સીલ કરી તાત્કાલિક ધોરણે બોગસ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે બોગસ હોસ્પિટલ વિરુદ્ધ ગુનો નોંધાતા હોસ્પિટલના પાછળના સાઈડના ભાગે આવેલા દરવાજાની બાજુમાં લોખંડનું શટર ફીટ કરેલું હતું જે શટરના દરવાજાના શટરને આ બોગસ ડોક્ટરો તથા તેમના માણસો થકી જે દરવાજાનુ લોખંડનું શટર ઊંચું કરી દરવાજાની બાજુમાં આવેલી બારીમાં ફીટ કરેલા કાચને તોડી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો જે બાદ હોસ્પિટલમા આવેલ ડોક્ટરની ઓફીસમાં લગાડેલા સી.સી.ટી.વી. કેમેરાના ડી.વી.આરમાં અગત્યનો પુરાવાઓ મિટાવવાનો પ્રયાસ કરાયો હતો. અને આરોપીઓ દ્વારા DVR લઈ જવામાં આવ્યું હતું. જે હાલ નવા કાયદા મુજબ ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસનર એક્ટ ૧૯૬૩ ની કલમ-૩૩ તથા બી.એન.એસ. કલમ-૨૪૧, ૩૧૯(૨), ૬૧(૨), ૩૧૮(૪) મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
અગાઉ તપાસ કરી મેડીકલ સામાન જપ્ત કરાયો હતો
અત્રે મહત્વનું છે કે અગાઉ પોલીસ તપાસમાં હોસ્પીટલમાંથી સર્જીકલનો સામાન તથા એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો તથા દર્દીઓની સારવાર કરેલી જે દવાઓના વેસ્ટમાંથી સેમ્પલો કબજે લેવામાં આવ્યાં હતાં તથા હોસ્પિટલમાં દર્દીઓની કરેલી સારવારની ફાઇલો તથા હીસાબના ચોપડા તથા ઇ.સી.જી. મશીન તથા વેલ્ટીનેટર મોનીટર તથા ગ્લુકોમીટર તથા બી.પી. માપવાના મશીન તથા ટેબલેટો તથા રોકડ રૂ.૨૫૭૦/- મળી કુલ રૂ.૬૯,૬૭૦/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો
આ પણ વાંચો : ગુજરાતમાં 4,00,000 જેટલા વિદ્યાર્થી સદસ્યો બનાવશે ABVP, આવનારા 1 મહિના સુધી સ્કૂલ અને કોલેજોમાં ચાલશે સદસ્યતા અભિયાન