નેશનલ

ચંદ્રશેખર આઝાદ પર હુમલો કરનારા આરોપીઓની ધરપકડ; થશે મોટા ખુલાસા

Text To Speech

Chandrashekhar Azad Attack News: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ રાવણ પર એટેક કરનારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચાર યુવકોને પોલીસે હરિયાણાના અંબાલાથી પકડ્યા છે, આ યુવકોના નામ લવિશ, આકાશ અને પોપટ છે. આ ત્રણેય યુવક રણખંડી ગામના રહેવાસી છે. જ્યારે એક યુવક હરિયાણાના કરનાલના ગોદરા ગામનો રહેવાસી છે. આ યુવકો સાથે પૂછપરછ પછી જ પોલીસ પ્રેસ કોન્ફ્રન્સમાં આઝાદ પર હુમલાને લઈને ખુલાસો કરી શકે છે.

જણાવી દઇએ કે, ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પર કાર સવાર યુવકોએ દેવબંધમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા પછી પોલીસે ચાર સંદિગ્ધોને કસ્ટડીમાં લીધા હતા, તે સાથે જ પોલીસે જીવલેણ હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી કારને મિરગપુર ગામમાંથી પકડી પાડી હતી.

આ હુમલાને લઈને સહારનપુરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક વિપિન ટાડાએ કહ્યું હતુ કે, આ ઘટના દેવબંધ પોલીસ સ્ટેશન વિસ્તારના યૂનિયન સર્કલ પાસે સાંજે લગભગ પાંચ વાગે ઘટી હતી. પોલીસની ટીમ અને ચંદ્રશેખરના સમર્થકોએ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા.

TADAએ જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસ મુજબ આઝાદના વાહન પર ચાર ગોળીઓ ચલાવવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરોની સંખ્યા ચારથી પાંચ હતી. જો કે આ હુમલામાં ઘાયલ થયેલા ચંદ્રશેખર અત્યારે સ્વસ્થ છે અને તેમણે પોતાના સમર્થકોને એક વીડિયો સંદેશ દ્વારા શાંત રહેવાની સલાહ આપી છે. આ સાથે ભીમ આર્મી ચીફે કહ્યું કે તેમને આવી ઘટનાની અપેક્ષા નહોતી.

આ પણ વાંચો- ભાજપની મુખ્ય સહયોગી પાર્ટીએ જ કર્યો UCCનો વિરોધ!

Back to top button