ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદ સુરક્ષા ભંગ કેસમાં સંડોવાયેલા આરોપી મહેશની ધરપકડ

Text To Speech

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: સંસદ સુરક્ષા ભંગ કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં માસ્ટરમાઇન્ડ લલિત ઝાના સહયોગી મહેશ કુમાવતની પણ ધરપકડ કરી છે. સંસદ સુરક્ષા ભંગ કેસમાં આ છઠ્ઠી ધરપકડ છે. પોલીસ હાલમાં આ મામલે મહેશ કુમાવતની પૂછપરછ કરી રહી છે. મહેશ પર લલિતને આ ષડયંત્રમાં મદદ કરવાનો આરોપ છે.  મહત્ત્વનું છે કે, આ કેસમાં પોલીસ મહેશ કુમાવતને શોધી રહી હતી જેણે લલિત ઝાનું સમર્થન કર્યું હતું. મહેશને પકડવા માટે પોલીસની અનેક ટીમો સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી હતી.

પોલીસે મહેશ કુમાવતના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ડીકોડ કર્યું છે. મહેશના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણા મોટા ખુલાસા પણ થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હી પોલીસને જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ દ્વારા ક્રાંતિના નામે યુવાનોને ભડકાવવા અને તેમનું બ્રેઈનવોશ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ આરોપીઓ ક્રાંતિકારીઓના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને સરકાર વિરોધી વીડિયો બનાવતા હતા અને તેનાથી યુવાનોનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ પણ કરતા હતા.

 સંસદમાં હુમલાનો હેતુ અરાજકતા ફેલાવવાનો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લલિત ઝાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સંસદની સુરક્ષામાં ભંગ કરવા પાછળ તેમનો હેતુ અરાજકતા ફેલાવવાનો હતો. પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપી લલિત ઝાએ કબૂલ્યું હતું કે સંસદની સુરક્ષાનો ભંગ કરતા પહેલા તે બીજા આરોપીઓ સાથે ઘણી વખત મળી ચૂક્યો હતો. તેણે અન્ય આરોપીઓ સાથેની મળીને આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના બાદ લલિત ઝા રાજસ્થાનના નાગૌર ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે કૈલાશ અને મહેશ કુમાવત, જેઓ પિતરાઈ ભાઈઓ છે, તેમણે ત્યાં તેમના રહેવાની વ્યવસ્થા કરી હતી. હવે બંનેની ધરપકડ માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બેરોજગારી અને મોંઘવારીના કારણે સંસદમાં સ્મોક એટેક થયો: રાહુલ ગાંધી

Back to top button