જમ્મુ કાશ્મીર પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન કાર્યાલયના ટોચના અધિકારી તરીકે ઓળખ આપતી એક વ્યક્તિની શ્રીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતના કિરણ પટેલને J&K પોલીસે શ્રીનગરની એક 5-સ્ટાર હોટલમાંથી ઝડપી લીધો હતો જ્યાં તે રોકાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કિરણ પટેલ સાથે અન્ય ત્રણ લોકો પણ હતા, પણ પોલીસ દ્વારા હાલ કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ કશ્મીરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિરણ પટેલ નવેમ્બર મહિનાથી તેના ત્રણ મિત્રો સાથે ત્યાં સૂર્યક્ષકર્મીઓ સાથે લઈને ફરી રહ્યા હતા. કિરણ પટેલે પોતાની ઓડખ ઉચ્ચ અધિકારી તરીકેની આપી હતી. પોલીસને શંકા ગઈ અને આરોપીઓ વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ નવી દિલ્હી ખાતે પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈન) તરીકે દેખાડો કરનાર આ વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. છેતરપિંડી કરનારે સિક્યોરિટીમાં રહેલા લોકોને છેતરવા માટે બનાવટી દસ્તાવેજો પણ બનાવ્યા હતા જેમણે તેને અહીં રોકાણ દરમિયાન સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું, એક સૂત્રએ જણાવ્યું હતું કે, તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ઝૂમ કાર પર 11 લાખની કાર ભાડે લઈ મોબાઈલ બંધ કરી 4 ગઠિયા પલાયન !
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે નાણાંકીય અને અન્ય ભૌતિક લાભો માટે ભોળા લોકોને છેતરવામાં ભૂતકાળમાં પણ સફળ રહ્યો છે. શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.