અમદાવાદગુજરાત

અમદાવાદના વેપારીને પ્રેમજાળમાં ફસાવી 29 લાખ ખંખેરનાર યુવતીની ધરપકડ

Text To Speech

અમદાવાદ, 07 સપ્ટેમ્બર 2024,સાયબર ક્રાઈમને લગતાં ગુનાઓ વધી રહ્યાં છે તેની સાથે કેટલીક એપ્લિકેશનો દ્વારા લોકોને છેતરવાની ઘટનાઓ પણ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેરમાં એક વેપારીને ડેટિંગ એપ પર યુવતીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યાર બાદ તેની પાસેથી 29 લાખ રૂપિયા ખંખેર્યા હતાં. આ બાબતની ફરિયાદ થતાં ખોખરા પોલીસે તપાસ કરીને યુવતીની ધરપકડ કરી લીધી છે.

22 લાખ રોકડ અને ગિફ્ટ પેટે 7 લાખના દાગીના મેળવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ખોખરામાં રહેતા આંગડિયા પેઢીના વેપારીને ડેટિંગ એપ્લિકેશન મારફતે પશ્ચિમ બંગાળની સોનમ ચેટરજી નામની મહિલાનો સંપર્ક થયો હતો. આ મહિલાએ હનીટ્રેપમાં ફસાવીને 22 લાખ રોકડ અને ગિફ્ટ પેટે 7 લાખના દાગીના મેળવ્યા બાદ સંપર્ક બંધ કરી દીધો હતો. આ મામલે આખરે વેપારીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં ગુનાહિત કાવતરું ઘડવામાં સોનમ ચેટરજી સાથે વિનોદ ગુપ્તા અને બાલેશ્વર ચેટરજી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

કાવતરાનો મુખ્ય સુત્રધાર વિનોદ ગુપ્તા હાલ ફરાર
ખોખરાના વેપારી ઓગસ્ટ 2022માં વિનોદ ગુપ્તાના સંપર્ક આવ્યા હતાં. આ વિનોદ ગુપ્તાએ સોનલ ચેટરજી સાથે તેમનો સંપર્ક કરાવ્યો હતો. સંપર્ક થયા બાદ વેપારીઓએ ગોવાની ટ્રીપ પ્લાન કરી હતી. સોનમને લઈ જવા વિનોદે 7 દિવસના 1.40 લાખ રૂપિયા આપ્યા હતા તેમજ જયેશે વિનોદને 35 હજાર કમિશન પણ ચૂકવ્યું હતું. આ ટ્રીપ બાદ સોનમે નંબર બ્લોક કર્યો હતો. પોલીસ ફરિયાદના આધારે સોનમ અને બાલેશ્વરની ધરપકડ થઈ ચૂકી છે. કાવતરાનો મુખ્ય સુત્રધાર વિનોદ ગુપ્તા હાલ ફરાર છે. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

આ પણ વાંચોઃગુજરાતમાં પહેલીવાર વ્યાજખોર વિરૂદ્ધ GUJCTOC દાખલ, અંજારની લેડી ડોનને જેલ ભેગી કરાઈ

Back to top button