ગુજરાત

હળવદઃ મીઠાના કારખાનાના માલિક સહિત 6ની ધરપકડ, 2ની શોધખોળ ચાલુ; દીવાલ ધરાશાયી થતાં 12 લોકોના મોત થયા હતા

Text To Speech

મોરબીના હળવદ GIDCમાં મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થવાના કેસમાં પોલીસે  કારખાનાના માલિક સહીત 6 લોકોની દરપક્ડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ 6 લોકોમાં કારખાનાના માલિક અફઝલ ઉર્ફે જીવો અલારખા ધોણીયા, કારખાનાના સંચાલક વારિસભાઈ ઉર્ફે દેવો અને આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઈઝર સંજયભાઈ ચુનીલાલ આશર, મનુભાઈ ઉર્ફે મનોજભાઈ રેવાભાઈ છનુંરા,  આશિકભાઈ નુરાભાઈ સોઢાની ધરપકડ કરવામાં આવી છે.

12  મજૂરોના મોત થયા હતા
હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં 18 મેના રોજ અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં શ્રમિકો દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનાને લઈને PM મોદીએ ટ્વીટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

મૃત્યુ પામેલા લોકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત
CM ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની GIDCમાં દીવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જીવ ગુમાવનારા શ્રમિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી હતી. આ દુર્ઘટનામાં 12 શ્રમિકના અવસાન થયા છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી.

Back to top button