ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘અદાણીની તાત્કાલિક ધરપકડ કરો’ રાહુલ ગાંધીના આકરા પ્રહારો

Text To Speech
  • CM 10-15 કરોડ માટે જેલમાં જાય છે, પરંતુ અદાણી 2000 કરોડ માટે પણ બહાર છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી, 21 નવેમ્બર: ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં રોકાણકારોને છેતરવાનો આરોપ છે, અદાણી પર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ અને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો આરોપ છે. હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડની માંગ કરી છે. રાહુલ ગાંધીએ આજે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે કહ્યું કે, ‘ PM નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું કે, જો આપણે સાથે છીએ તો સુરક્ષિત છીએ. જો ભારતમાં અદાણી અને મોદી એક હોય તો તે સુરક્ષિત છે. ભારતમાં કોઈ અદાણીને કંઈ કરી શકે તેમ નથી. એક મુખ્યમંત્રી 10-15 કરોડ રૂપિયાના આરોપમાં જેલમાં જાય છે પરંતુ અદાણી 2 હજાર રૂપિયાનું કૌભાંડ કરવા છતાં બહાર છે.”

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘મને આશ્ચર્ય થાય છે કે અદાણી આ દેશમાં આઝાદ માણસની જેમ કેમ ફરે છે? મુખ્યમંત્રીઓની પણ ધરપકડ કરવામાં આવી છે…અદાણીએ દેખીતી રીતે રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને કદાચ અન્ય ઘણા કૌભાંડો પણ કર્યા છે, પરંતુ તે ડર્યા વગર ફરે છે… અમે વારંવાર આ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ… આ વાતની પુષ્ટિ છે. અમે કહેતા આવ્યા છીએ કે, વડાપ્રધાન અદાણીને બચાવે છે અને વડાપ્રધાન અદાણી સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે…’

વડાપ્રધાન આ વ્યક્તિને 100 ટકા બચાવી રહ્યા છે: રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેઓએ અમેરિકામાં ગુનો કર્યો, 2 હજાર કરોડનું કૌભાંડ કર્યું. પરંતુ ભારતમાં અદાણીને કોઈ કંઈ કરી શકે તેમ નથી. અદાણીની ધરપકડ થવી જોઈએ. માધુરી બુચને હટાવી તેની તપાસ થવી જોઈએ. વડાપ્રધાન આ વ્યક્તિને 100 ટકા બચાવી રહ્યા છે. આ લોકો ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. અમારી JPCની માંગ છે. અમે કહેવા માંગીએ છીએ કે, અદાણીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.”

રાહુલે કહ્યું કે, અમે જાણીએ છીએ કે અદાણીને કંઈ થવાનું નથી. જો તેઓ કાયદેસર રીતે કામ કરી રહ્યા છે તો અમને કોઈ સમસ્યા નથી. જો સરકારને લાગે છે કે કંઈક ખોટું છે તો તેઓ તપાસ કરે. શરૂઆત તો ત્યાંથી જ થશે ને કે અદાણીને પકડો અને તેમને અંદર કરો પછી તેમની પૂછપરછ કરો. તેમને માધુરી બુચ બચાવી રહ્યા છે જેઓ તેમના શેરના ભાવને નિયંત્રિત કરે છે. તેમને પણ તેમના પદ પરથી હટાવવા જોઈએ.

કયા-કયા આક્ષેપો કરવામાં આવ્યા?

મહત્ત્વપૂર્ણ છે કે, અદાણી સાથે અન્ય જે લોકો પર આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં તેમના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનીત જૈનનો પણ સમાવેશ થાય છે. વિનીત જૈન 2020થી 2023 સુધી કંપનીના CEO હતા અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મેનેજિંગ ડિરેક્ટર છે.

આ પણ જૂઓ: અદાણી જૂથના શેર 10થી 20 ટકા તૂટતાં 2 લાખ કરોડ કરતાં વધુનું નુકસાન

Back to top button