ગુજરાતફન કોર્નર

રાજકોટના લોકમેળામાં સ્ટોલ માટે 1000 જેટલા ફોર્મ ભરાયા, મુદ્દત બે દિવસ લંબાવાઈ

Text To Speech
કોરોના મહામારીના બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 17 થી 21 ઓગસ્ટ સુધી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા ભાતીગળ લોકમેળાના સ્ટોલ માટેનાં ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો અંતિમ દિવસ હોય લોકમેળાના આ સ્ટોલના ફોર્મ મેળવવા માટે વેપારીઓનો ધસારો થવા પામેલ છે. વેપારીઓ દ્વારા જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં પ્રાંત-1ની કચેરી તેમજ ઇન્ડીયન બેંક ખાતે લાંબી કતારો ફોર્મ મેળવવા માટે લગાવી દીધી હતી. જેમાં આજે બપોર સુધીમાં 2000થી વધુ ફોર્મ વેપારીઓએ ઉપાડ્યા હતાં. જ્યારે 1000 જેટલા ફોર્મ ભરાઈને પરત પણ આવી ગયા છે. સ્ટોલ માટે લોકોનો ઘસારો જોઈ ફોર્મની મુદ્દત બે દિવસ વધારવામાં આવી છે.
જન્માષ્ટમીના લોકમેળાનાં કુલ 338 સ્ટોલ
ઉલ્લેખનીય છે કે રમકડાના બી કેટેગરીના 178 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 14 સ્ટોલ, કેટેગરી-જે ચકરડીનાં પ્લોટ 4, કેટેગરી કે 1, નાની ચકરડીના પ્લોટ 28, કેેટેગરી કે-2 નાની ચકરડીના પ્લોટ 20ની મળી મેળામાં કુલ 338 સ્ટોલ આવેલા છે. જેના માટે આગામી તા. 27મીનાં ડ્રોથી ફાળવણી કરાશે. જ્યારે બી-1 (રમકડા) કેટેગરી ઇ (યાંત્રિક), કેટેગરી એફ, કેટેગરી જી (યાંત્રિક) અને કેટેગરી એચ (યાંત્રિક)ના સ્ટોલ માટેની હરરાજી આગામી તા. 28 અને 29નાં વહીવટી તંત્ર દ્વારા સવારનાં 11-30 કલાકે યોજવામાં આવી છે.
ઇન્ડિયન બેંક અને જૂની કલેક્ટર કચેરી ખાતેથી મળશે ફોર્મ
રાજકોટના રેસકોર્સ ખાતે યોજાતો જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો આગામી તા. ૧૭ ઓગસ્ટથી યોજાનાર છે. જેમાં સ્ટોલ તેમજ ફજર ફાળકા માટે ઇચ્છુક અરજદારો માટે ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. લોક મેળામાં ફોર્મ વિતરણ તેમજ સ્વીકાર માટે  તા. ૧૧ જુલાઈ થી તા. ૧૬ જુલાઈ સુધીની મુદત હતી. જેમાં બહારગામના અરજદારો ફોર્મ જમા કરાવવાથી વંચિત રહી જવા પામેલ હોઈ હવે ફોર્મ વિતરણ તેમજ સ્વીકાર તા. ૧૯ જુલાઈ સુધી કરવામાં આવશે. ઇચ્છુક ધારકે ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે ફોર્મ વિતરણ તેમજ સ્વીકારવામાં આવશે, જયારે નાયબ કલેકટર કચેરી, રાજકોટ શહેર – ૧ જૂની કલેકટર કચેરી ખાતે લોકમેળાનું ફોર્મ વિતરણ કરવામાં આવશે જેની અરજદારોએ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
Back to top button