ટોપ ન્યૂઝનેશનલ

Black Friday: લદ્દાખમાં સેનાની ગાડી નદીમાં ખાબકી, 7 જવાન શહીદ

Text To Speech

લદ્દાખના તુરતુક સેક્ટરમાં સેનાની ગાડી શ્યોક નદીમાં પડતા મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ભારતીય સેનાના સાત જવાન શહીદ થયા છે અને કેટલાક જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈન્ડિયન આર્મીના કહેવા મુજબ, 26 જવાનોની ટુકડી પરતાપુરના ટ્રાંઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફની ફોરવર્ડ પોસ્ટ તરફ રહી હતી. તે સમયે ગાડી સરકીને શ્યોક નદીમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

ભારતીય સેનાના સૂત્રોની વાત માનીએ તો, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારી રીતે સારવાર આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા જવાનોને પશ્ચિમી કમાન ટ્રાન્સફ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાયુસેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.

(ફાઈલ તસવીર)

આ દુર્ઘટના થોઈસથી લગભગ 25 કિલોમીટર દૂર થઈ હતી. શુક્રવારે 26 જવાનો ભરેલી એક ગાડી પરતાપુરના ટ્રાંઝિટ કેમ્પથી સબસ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી. સવારે લગભગ 9 વાગ્યે સેનાની આ ગાડી રસ્તા પરથી સરકી શ્યોક નદીમાં ખાબકી હતી. રસ્તાથી નદીની ઊંડાઈ લગભગ 50-60 ફૂટ જેટલી છે. તેના કારણે વાહનમાં સવાર તમામ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી સાત જવાનોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાને લઈ સર્જિકલની ટીમોને પરતાપુર મોકલવામાં આવી રહી છે. અત્યારે સંપૂર્ણ ધ્યાન ઘાયલ જવાનોને સારી રીતે સારવાર આપવામાં આવે તેની પર રાખવામાં આવી રહ્યું છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જવાનોના પરિવારો માટે દુઃખ અને સંવેદના વ્યક્ત કર્યું છે. તેમજ ઘાયલ થયેલા જવાનો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના પણ કરી છે.

સવારે લગભગ 9 વાગ્યે થોઈસેથી લગભગ 25 કિલોમીટર દૂર વાહન સ્લીપ થઈ શ્યોક નદીમાં ખાબકી હતી. ઘાયલ 26 સૈનિકોને ત્યાંથી કાઢીને આર્મી ફીલ્ડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઈજાને કારણે 7 સૈનિકોના મોત થઈ ગયા. લેહથી પરતાપુર માટે સેનાની સર્જિકલ ટીમ રવાના થઈ ગઈ છે. ગંભીર રીતે ઘાયલોને વાયુ સેનાની મદદથી વેસ્ટર્ન કમાનની હોસ્પિટલ લઈ જવાયા રહ્યાં છે.

Back to top button