ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

કુલગામમાં સેનાના જવાનનું અપહરણ, કારમાંથી મળી આવ્યા લોહીના નિશાન, સર્ચ ઓપરેશન શરૂ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાના એક જવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. જવાનના પરિજનોએ દાવો કર્યો છે કે તે શનિવાર સાંજથી ગુમ છે. તેઓ જે કારમાં ઘરેથી નીકળ્યા હતા તે કાર પણ સંબંધીઓને મળી છે. સેનાએ જવાનને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

સીઝ ઓપરેશન શરૂ કર્યુંઃ ભારતીય સેનાના જવાન 25 વર્ષીય જાવેદ અહેમદ વાની લેહમાં તૈનાત હતા. શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ તે ગુમ થયો હતો. સાંજે તેમની કાર પરનાહાલમાં મળી આવી હતી. વાની કુલગામના અચ્છલ વિસ્તારનો રહેવાસી છે. અપહરણની જાણ થતાં જ સેનાએ જવાનને શોધવા માટે મોટાપાયે સર્ચ અને સીઝ ઓપરેશન શરૂ કર્યું હતું.

લોહીના નિશાન મળી આવ્યાઃ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાની ઘર માટે કરિયાણું લેવા માટે કાર ચલાવીને ચૌલગામ ગયો હતો. મોડી સાંજ સુધી તે પરત ન ફરતાં પરિવારજનોએ તેની આસપાસના ગામોમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેની કાર પરણાલ નજીકથી મળી આવી હતી.  કાર લોક ન હોવાનું સગાંઓને જાણવા મળ્યું હતું. કારની અંદરથી વાનીના ચપ્પલ અને લોહીના નિશાન પણ મળી આવ્યા હતા, જેના પછી સંબંધીઓએ પોલીસને જાણ કરી હતી. 

આ પણ વાંચોઃ BIG BREAKING: અમદાવાદની હોસ્પિટલમાં ભિષણ આગ, 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા

Back to top button