ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના જેસલમેરમાં સેનાનું વિમાન ક્રેશ, પાયલટનો આબાદ બચાવ

Text To Speech
  • અકસ્માતમાં પાયલટ સુરક્ષિત રીતે બહાર નિકળવામાં સફળ રહ્યો

જેસલમેર, 12 માર્ચ: રાજસ્થાનના જેસલમેરમાં સેનાનું વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહરનગરમાં થયો હતો. જોકે, આ અકસ્માતમાં પાયલટ સુરક્ષિત રીતે બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. પાયલટે યોગ્ય સમયે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢી હતી.

જે ભારતીય સેનાનું વિમાન ક્રેશ થયું તે LCA એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. દુર્ઘટના સમયે વિમાન ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. થોડા સમય પહેલા ડિસેમ્બર 2023માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મૃત્યુ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો બહાર આવ્યો હતો, જેમાં જોવા મળે છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.

હનુમાનગઢમાં પણ આવી દુર્ઘટના બની હતી

મે 2023માં રાજસ્થાનના હનુમાનગઢમાં પણ આવી જ એક દુર્ઘટના બની હતી. અહીં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા હતા. જો કે, બંને પાઇલટ પોતાને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. પ્લેન સુરતગઢથી ટેકઓફ થયું હતું અને બહલોલનગરમાં ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયું અને એક ઘર પર પડ્યું હતું.

આ પણ જુઓ: SCએ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર

Back to top button