નેશનલ

J&Kનાં ઉરીમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન ભેખડ પરથી પડી જવાથી આર્મી મેજર શહીદ

Text To Speech

જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં અંકુશ રેખા નજીક ઘૂસણખોરી વિરોધી કાર્યવાહી દરમિયાન એક સૈન્ય મેજરનું ઢાળવાળી ભેખડ પરથી પડી જતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહીદ મેજર રઘુનાથ અહલાવત 34 વર્ષના દિલ્હીના રહેવાસી હતા. ગુરુવારે ઉરી સેક્ટરમાં વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે ઘૂસણખોરી વિરોધી કામગીરી માટે તેઓ તેમની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. 

બારામુલા જિલ્લામાં અંકુશ રેખા નજીક ઘૂસણખોરી વિરોધી કાર્યવાહી દરમિયાન ઢાળવાળી ભેખડમાંથી પસાર થતા માર્ગ પર તે કમનસીબે ખરાબ હવામાનને કારણે લપસી ગયો હતા અને 60-મીટર ઊંડી કોતરમાં પડ્યા અને ગંભીર રીતે ઘાટલ થયા હતા, જો કે, સાથી જવાનો  દ્વારા તુંરત જ તેમને રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલ પર સારવાર માટે લઇ જવા વ્યાવસ્થા કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, “નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડતી વખતે તેનું ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું.” “સ્વ. મેજર રઘુનાથ અહલાવતના નશ્વર દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લઈ જવામાં આવ્યા હતા.

કર્નલ મુસાવીએ કહ્યું. કે “દુઃખની આ ઘડીમાં, સેના શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભી છે અને તેમના ગૌરવ અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે” મેજર અહલાવત 2012માં સેનામાં જોડાયા હતા. સેનાએ શુક્રવારે દિવંગત મેજરને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રીનગર સ્થિત સંરક્ષણ પ્રવક્તા એમરોન મુસાવીએ જણાવ્યું હતું કે બદામીબાગ છાવણી ખાતે એક ગૌરવપૂર્ણ સમારોહમાં, સેનાના ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડે અને તમામ રેન્કોએ બહાદુર અધિકારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Back to top button