ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સેના કમાન્ડો ડૉગ Zoom શહીદ, આતંકીઓ સાથેની અથડામણમાં થયો હતો ઘાયલ

Text To Speech

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલો ભારતીય સેના કમાન્ડો ડૉગ Zoom શહીદ થયો છે.

 

શ્રીનગરની મિલિટરી વેટરનરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. એક અધિકારીએ જણાવ્યું કે પશુ હોસ્પિટલમાં સારવાર બાદ બપોરે 12 વાગે ડોક્ટરોએ કમાન્ડો ડૉગ Zoomને મૃત જાહેર કર્યો હતો.

શહીદ આર્મી કમાન્ડો ડૉગ Zoom

સેનાના અધિકારીએ જણાવ્યું કે હુમલા દરમિયાન કમાન્ડો ડૉગ Zoomને ત્રણ ગોળીઓ વાગી હતી. ગોળીથી ડૉગ Zoom ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે તબીબોએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. તેણે સર્જરી કરાવી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. તેના ચહેરા અને પાછળના જમણા પગમાં ગોળી વાગી હતી. આ સર્ચ ઓપરેશનમાં ડૉગીએ બે આતંકીઓને ઠાર કરવામાં સેનાની મદદ કરી હતી.

આતંકી હુમલામાં ત્રણ ગોળીઓ વાગી

અધિકારીએ કહ્યું કે ડૉગ Zoomને 10 ઓક્ટોબરે અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા. તે ઘર ખાલી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જ્યારે ડૉગ Zoom તે ઘરની અંદર ગયો તો આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં તેને ત્રણ ગોળી વાગી હતી.

 

સેનાએ ખાસ તાલીમ આપી હતી

Zoom સેનાનો શિકારી ડૉગ હતો. જેમને સમય અનુસાર આદેશોનું પાલન કરવા અને ક્રૂર બનવાની તાલીમ આપવામાં આવી હતી. Zoomને આતંકવાદીઓને શોધવા, ટ્રેક કરવા અને હુમલો કરવા માટે મહિનાઓ સુધી તાલીમ આપવામાં આવી હતી. તે મેલાનોઈઝ અથવા બેલ્જિયન શેફર્ડ હતો. તેનો જન્મ સપ્ટેમ્બર 2020 માં થયો હતો અને તે 8 મહિનાની સેવા સાથે આર્મીના 28 આર્મી ડોગ યુનિટ (ADU)માં જોડાયો હતો.

Image

Zoom આ બીજો ડૉગ છે, જે છેલ્લા 4 મહિના પહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં માર્યો ગયો હતો, એક્સેલ હુમલામાં બારામુલા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં પણ એક ડૉગ માર્યો ગયો હતો.

લોકોએ પણ આપી શ્રદ્ધાંજલિ

Back to top button