ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

સેના દિવસ : જાણો ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કેવી રીતે નિયુક્ત થયા હતા

ભારત, 15 જાન્યુઆરી : ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ફિલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પાએ 1949માં છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ રોય બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી અને આઝાદી પછી ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. તે પ્રસંગને યાદ રાખવા માટે, દર વર્ષે 15 જાન્યુઆરીને “સેના દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે અતૂટ સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે આ વર્ષે દેશમાં 76મો આર્મી ડે ઉજવવામાં આવી રહ્યો છે. જે માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, જનરલ મનોજ પાંડે અને જનરલ અનિલ ચૌહાણએ ઇંડિયન આર્મીને સેના દિવસની ઉજવણી નિમિત્તે શુભકામનાઓ પાઠવી.

ભારતીય સૈન્યની સ્થાપના 1 એપ્રિલ, 1895ના રોજ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. આર્મી ડે પર રાજધાની દિલ્હી અને તમામ આર્મી હેડક્વાર્ટરમાં લશ્કરી પરેડ, લશ્કરી પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશ સેનાના અદમ્ય સાહસ, બહાદુરી અને બલિદાનને યાદ કરે છે.

જનરલ કરિઅપ્પા બન્યા પ્રથમ જનરલ

1947માં બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવ્યા પછી તરત જ, ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ ભારતીય સેનાના પ્રથમ જનરલની પસંદગી કરવા માટે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની બેઠક બોલાવી. તેમાં નેહરુએ પ્રસ્તાવ મૂક્યો, “મને લાગે છે કે આપણે ભારતીય સેનાના જનરલ તરીકે એક બ્રિટિશ અધિકારીની નિમણૂક કરવી જોઈએ, કારણ કે આપણી પાસે સૈન્યનું નેતૃત્ત્વ કરી શકે એવા પૂરતા અનુભવી અધિકારી નથી.” ત્યારે વરિષ્ઠ સૈન્ય અધિકારી નથુ સિંહ રાઠોડે બેઠકમાં બોલવાની પરવાનગી માંગી. અધિકારીની આ વિનંતીથી નહેરુ થોડા અચંબામાં પડી ગયા હતા, રાઠોડે કહ્યું, “તમે જુઓ, સાહેબ, આપણી પાસે રાષ્ટ્રનું નેતૃત્ત્વ કરવા માટે પૂરતો અનુભવી નથી, તો શું આપણે ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે બ્રિટિશ વ્યક્તિની નિમણૂક ન કરવી જોઈએ?” જ્યારે નેહરુએ રાઠોડને પૂછ્યું, “શું તમે ભારતીય સૈન્યના પ્રથમ જનરલ બનવા માટે તૈયાર છો?” ત્યારે રાઠોડે આ ઑફર નકારી કાઢીને કહ્યું કે “સર, આરણી પાસે ખૂબ જ પ્રતિભાશાળી આર્મી ઓફિસર છે, મારા વરિષ્ઠ , જનરલ કરિઅપ્પા, જે અમારામાં સૌથી વધુ લાયક છે.” આ રીતે તેજસ્વી જનરલ કરિઅપ્પા પ્રથમ જનરલ અને રાઠોડ ભારતીય સેનાના પ્રથમ લેફ્ટનન્ટ જનરલ બન્યા.

15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશભરમાં રમખાણો અને શરણાર્થીઓની હિલચાલને કારણે અશાંતિના વાતાવરણને કારણે ઘણી વહીવટી સમસ્યાઓ ઊભી થતાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને આગળ આવવું પડ્યું હતું. 15 જાન્યુઆરી, 1949ના રોજ, ફિલ્ડ માર્શલ કે.એમ. કરિઅપ્પા સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય આર્મી ચીફ બન્યા. જેણે 1947માં ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે ભારતીય સેનામાં લગભગ 2 લાખ સૈનિકો હતા.

આ પણ વાંચો : યુવાનોને અક્ષતની નહીં પરંતુ નોકરીની જરૂર છે, રામ મંદિર પર RJD મંત્રીનું નિવેદન

Back to top button