જામનગરની ડિફેન્સ કોલોનીમાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણું, 1નું મોત
જામનગરઃ શહેરમાં વુલન મીલ પાસે આવેલી ડિફેન્સ કોલોનીમાં એક જ પરિવારના કુટુંબીજનો બાળકો રમવા બાબતે માથાકૂટ થઈ હતી. જ્યારે માથાકૂટમાં સામસામે હથિયારો વડે મારામારી કરવામાં આવી રહી હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને ગંભીર ઇજા થવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ માથાકૂટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભરત રણમલભાઇ રૂડાજ મૃત્યુ પામ્યાં હતા. ત્યારે સમગ્ર ઘટના હત્યામાં પરીણમી હતી. જ્યારે ડિફેન્સ કોલોનીમાં એક જ પરિવારના સગા મારામારીની ઘટના બનતા હોસ્પિટલે સગાવહાલા લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં અને સમગ્ર વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું.
સમગ્ર ઘટનાની માહિતી મળતા મુજબ બાળકોને રમવા બાબતે પરિવારના લોકોને સામસામે માથાકૂટ થઈ હોવાને કારણે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ એક મહિલા, પુરુષ અને એક યુવાનની સારવાર હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી.