સ્પોર્ટસ

પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે કર્યો કમાલ, પિતા સચિનના રેકોર્ડની કરી બરાબરી

વિશ્વના મહાન બેટ્સમેનોમાંના એક સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ગોવા તરફથી મેચ રમીને પ્રથમ મેચમાં જ કમાલ કરી દીધો હતો. ત્યારે અત્યાર સુધી ક્રિકેટ પ્રેમીઓમાં પોતાની ફાસ્ટ બોલિંગ માટે જાણીતા અર્જુન તેંડુલકર રણજી ટ્રોફી (રણજી ટ્રોફી 2022)ની પીચ પર પહેલીવાર બેટ પકડીને ઉતર્યા હતા અને પહેલી જ ઇનિંગમાં સદી ફટકારી કમાલ કરી દીધો હતો, ત્યારે અર્જૂનને આમ બેટિંગ કરતો જોઈને ક્રિકેટ એક્સપર્ટ્સથી લઈને સામાન્ય પ્લેયર્સ સુધી બધાએ સચિન તેંડુલકરને યાદ કર્યો હતો.

હાલ અર્જુન ગોવા તરફથી મેચ રમી રહ્યો છે. ત્યારે ગોવા vs રાજસ્થાન સામેની રણજી મેચમાં 177 બોલમાં અર્જૂને સદી ફટકારી હતી. ત્યારે આ સાથે, તે તેના પિતાની જેમ જ ડેબ્યૂ રણજી મેચમાં સદી ફટકારનાર બેટ્સમેન બન્યો.

અર્જૂન તેંડુલકર-hum dekhnge news
અર્જૂન તેંડુલકર

સચિને પણ ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી

સચિન તેંડુલકરે પણ તેની પ્રથમ રણજી ટ્રોફી મેચ વર્ષ 1988માં માત્ર 15 વર્ષની ઉંમરે રમી હતી. ગુજરાત સામે મુંબઈ તરફથી રણજી ટ્રોફીમાં પ્રદર્શન કરતી વખતે, તેણે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં અણનમ 100 રન બનાવ્યા હતા. આ સાથે, સમગ્ર વિશ્વને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના આગમનની ઝલક મળી. હવે અર્જુને પોર્વોરિમમાં રમાઈ રહેલી મેચમાં 23 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરીને તેના પિતાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

અર્જુન તેંડુલકરે-hum dekhnge news
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ગોવા તરફથી મેચ રમી

આ પણ વાંચો: IND vs BAN TEST : પહેલા દિવસનાં અંતે ભારત 278/6, પૂજારા સદી ચૂક્યો

7મા નંબરે ઉતરીને અર્જુન પોતાનું પરાક્રમ બતાવ્યું

ગોવાના વિકેટકીપર બેટ્સમેન એકનાથ કેરકરની વિકેટ બાદ મંગળવારે સાંજે રાજસ્થાન સામેની મેચમાં અર્જુન 7મા નંબરે ઉતર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે તે 12 બોલમાં 4 રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ બીજા દિવસે જબરદસ્ત પારી રમી હતી. અર્જુને અત્યાર સુધી 112 રનની ઇનિંગ રમી છે અને તે પીચ પર ટકી રહ્યો છે. પહેલાથી જ પીચ પર રહેલા સુયશ પ્રભુદેસાઈ (અણનમ 172) સાથે 209 રનની ભાગીદારીની મદદથી ગોવાનો સ્કોર 5 વિકેટે 410 રન સુધી પહોંચ્યો હતો.

મુંબઈ ટીમમાંથી રિજેક્ટ થતા ગોવા તરફથી રમી રહ્યો છે મેચ

અર્જુન છેલ્લા બે વર્ષથી મુંબઈ રણજી ટીમમાં હોવાનો દાવો કરી રહ્યો હતો. આ દરમિયાન તેને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ દ્વારા પણ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તેને રમવાની તક મળી ન હતી. આના પર અર્જુને આ વર્ષે ગોવા માટે રણજી ટ્રોફીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને પહેલી જ મેચમાં તેનું પ્રદર્શન જોઈ લોકો તેની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે

Back to top button