ટ્રેન્ડિંગમનોરંજન

બ્રેકઅપના સમાચારો વચ્ચે અર્જુન-મલાઇકાનું લેટ નાઇટ હેંગ આઉટ

Text To Speech
  • મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર ડિનર ડેટ પર જોવા મળ્યા, બંને વચ્ચેનું ટ્યૂનિંગ સ્પષ્ટ દેખાતુ હતુ. મલાઇકાની ફેશનનો તો જવાબ નથી જ, અર્જૂન કપૂર પણ અલગ લુકમાં જોવા મળ્યો હતો. તેની સ્ટાઇલ પણ ફેન્સે એટલી જ પસંદ કરી છે. 

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરની રિલેશનશિપ ખૂબ જ ચર્ચાના ચગડોળે ચડી હતી, જોકે છેલ્લા થોડા સમયથી તેમની વચ્ચે બ્રેકઅપ થયુ હોવાની વાતો પણ વાયુ વેગે ફેલાઇ છે, પરંતુ બ્રેકઅપના તમામ સમાચાર પર આ તસવીરોએ પૂર્ણવિરામ મુકી દીધુ છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લેટ નાઇટ હેંગઆઉટ પર જોવા મળ્યા હતા. આ બંને ફરી એક વાર ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન મલાઇકાએ લો-કટ નેકલાઇન ટોપ પહેર્યુ હતુ અને ખભા પર બ્રાન્ડેડ પર્સ પણ લટકાવ્યુ હતુ. તે હંમેશની જેમ ફેન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

 

ફેન્સે લીધો રાહતનો શ્વાસ

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અલગ થવાના સમાચારની વચ્ચે જ્યારે તેઓ સાથે જોવા મળ્યા ત્યારે તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો. એક તરફ બંને સ્ટાર વચ્ચેના ટ્યુનિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ તો બીજી તરફ મલાઈકાનું ફેશનેબલ ટોપ અને મોંઘું પર્સ અને અર્જૂન કપૂરનો લુક પણ કંઇ ઉતરતા ન હતા.

મલાઇકાની ફેશનનો જવાબ નથી

સામાન્ય રીતે મલાઈકા આવા પ્રસંગોએ ગોર્જિયસ ડ્રેસમાં જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે તે બ્લુ જીન્સ અને બ્લેક ટોપમાં જોવા મળી હતી. મલાઈકાનું બ્લેક ટોપ સિમ્પલ હોવા છતાં આગળ ખોપરીનું ચિત્ર એટ્રેક્ટિવ લાગી રહ્યુ હતુ. આ ખોપરી ગોલ્ડન સ્પાર્કલ્સ તેમજ ગોલ્ડન, રેડ, ગ્રીન અને સિલ્વર સિક્વન્સ વર્ક વડે સુંદર બનાવવામાં આવી હતી.

મલાઈકાએ કૂલ લુકિંગ ટોપ સાથે બૂટ કટ જીન્સ પહેર્યું હતું. આ કપડામાં પણ તેનું કર્વી ફિગર અદ્ભુત લાગતું હતું. મલાઈકા અરોરાના લૂકના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં જે વધારો કરતુ હતુ તે હતુ તેનું તે તેનું લક્ઝરી લેબલ LVનું પર્સ. આવી બેગની કિંમત લાખોમાં હોય છે.

આ પણ વાંચોઃ મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું સ્ટેચ્યૂ

Back to top button